હે ભગવાન: મોરબી જીલ્લામાં ખેડૂતોને સિચાઈના પાણી માટે ચોમાસામાં કોંગ્રેસે કરવી પડી માંગ
મોરબીથી કરજણની એસટી બસ શરૂ કરવાની પી.પી. જોશીએ કરી રજૂઆત
SHARE
મોરબીથી કરજણની એસટી બસ શરૂ કરવાની પી.પી. જોશીએ કરી રજૂઆત
મોરબીથી કરજણની એસટી બસ ચાલુ હતી જો કે, કોરોના સમયે તે બસને બંધ કરી દેવામાં આવી હતી અને આજ સુધી તેને શરૂ કરવામાં આવી નથી જેથી કરીને આ એસટી બસ શરૂ કરવા માટે હાલમાં અન્ન અને નાગરિક પુરવઠા તથા ગ્રાહક સુરક્ષા સમિતિના સભ્ય દ્વારા રાજકોટ એસટી વિભાગના નિયામકને રજુઆત કરવામાં આવી છે
મોરબીમાં રહેતા અન્ન અને નાગરિક પુરવઠા તથા ગ્રાહક સુરક્ષા સમિતિના સભ્ય પી.પી. જોશીએ રાજકોટ એસટી વિભાગના નિયામકને લેખિતમાં રજુઆત કરી છે કે, કરજણ ડેપોથી મોરબી બસ આવતી અને રાત્રે ૧૨ વાગ્યે મોરબીથી ઉપડીને કરજણ જતી હતી જો કે, આ બસ કોરોનામાં બંધ કર્યા બાદ હજુ સુધી ચાલુ કરવામાં આવી નથી આ બાબતે અનેક વખત એસટી વિભાગને રજુઆત કરી છે પરંતુ એસટી વિભાગ દ્વારા આ બસ ચાલુ કરવામાં આવી નથી જેથી વધુ એક વખત તેઓએ આ મુદે રજુઆત કરી છે અને આ રૂટની બસને ચાલુ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે તેમજ મોરબીથી રાત્રીના સમયે અમદાવાદ જવા માટે છેલ્લી આ બસ હોય છે અને આ બસનું અમદાવાદ રેલવે ટ્રેન સાથે કનેક્શન હોવાથી ટ્રાફિક પણ સારો રહે છે. જેથી કરીને વહેલી તકે મોરબીથી કરજણની એસટી બસ ચાલુ કરવામાં આવે તેવી માંગ કરેલ છે