મોરબીના ઉચી માંડલ પાસે નર્મદાની કેનાલમાં ન્હાવા પડેલા દસ વર્ષના બાળકનું પાણીમાં ડૂબી જવાથી મોત
SHARE







મોરબીના ઉચી માંડલ પાસે નર્મદાની કેનાલમાં ન્હાવા પડેલા દસ વર્ષના બાળકનું પાણીમાં ડૂબી જવાથી મોત
મોરબી નજીકના ઉચી માંડલ ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં ન્હાવા માટે પડેલ દસ વર્ષના બાળકનું પાણીમાં ડૂબી જવાના કારણે મોત નિપજયું હતું જેથી તેના પિતા બાળકના મૃતદેહને લઇને સિવિલે આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી .
બનાવની જાણવા મળતી વિગત મુજબ મોરબી નજીકના ઉંચી માંડલ ગામ પાસે ઓરાબોરા સિરામિકની અંદર રહેતા અને મજૂરી કામ કરતા મંગીલાલ વ્યાસજીનો દસ વર્ષનો દીકરો રાજપાલ નર્મદાની કેનાલમાં ન્હાવા માટે ગયો હતો ત્યારે નર્મદાની કેનાલમાં વહેતા પાણીની અંદર ડૂબી જવાથી રાજપાલનું ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું જેથી કરીને તેના મૃતદેહને લઈને તેના પિતા મંગીલાલ વ્યાસજી મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને ત્યાંથી મોરબી તાલુકા પોલીસને બનાવની જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે.
