મોરબી તાલુકામાં અગાઉ પકડાયેલ ચાર લૂંટારુએ વધુ એક લૂંટની આપી કબૂલાત
મોરબીના નીચી માંડલ ગામે વાડીમાં જુગાર રમતા સાત ઝડપાયા: ૨.૪૨ લાખનો મુદામાલ જપ્ત
SHARE







મોરબીના નીચી માંડલ ગામે વાડીમાં જુગાર રમતા સાત ઝડપાયા: ૨.૪૨ લાખનો મુદામાલ જપ્ત
મોરબીના નીચીમાંડલ ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેથી ત્યાં જુગારની રેડ કરવામાં આવતા સાત આરોપીઓ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડા ૨,૪૨,૫૦૦ કબ્જે કરીને આગળની કાર્યવાહી કરલે છે
મોરબી એલ.સી.બી.ના શકિતસિંહ ઝાલા તથા સહદેવસિંહ જાડેજાને હકિકત મળેલ હતી કે, દીલીપભાઇ વલમજીભાઇ પટેલ રહે. નીચી માંડલ વાળાની પાધરડુ સીમ તરીકે ઓળખાતી સીમમાં વાડી છે જે વાડીની ઓરડીમાં જુગાર રમે છે જેથી ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે દીલીપભાઇ વલમજીભાઇ કુંડારીયા જાતે પટેલ, અશ્વિનભાઇ મનસુખભાઇ અઘારા જાતે પટેલ, ભાવેશભાઇ ભગવાનજીભાઇ મેરજા જાતે પટેલ, ભગવાનજીભાઇ રૂપાભાઇ અમૃતીયા જાતે પટેલ, હરેશભાઇ ગોવિંદભાઇ મેરજા જાતે પટેલ, રાજેન્દ્રભાઇ બેચરભાઇ આદ્રોજા જાતે પટેલ અને હરીશભાઇ ઉર્ફે હસુ થોભણભાઇ દેત્રોજા જાતે પટેલ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડ રૂપીયા ૨,૪૨,૫૦૦ ના મુદામાલ સાથે સાત આરોપીઓને પકડી પાડી આરોપીઓ વિરૂધ્ધ જુગાર ધારા કલમ ૪, ૫ હેઠળ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવેલ છે આ કામગીરી પીઆઇ વી.બી.જાડેજાની સૂચના મુજબ પીએસઆઈ એન.બી.ડાભી, દિલીપભાઇ ચૌધરી, શકિતસિંહ ઝાલા, પૃથ્વીરાજસિંહ જાડેજા, વિક્રમસિંહ બોરાણા, સહદેવસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા, વિક્રમભાઇ કુગશીયા, હરેશભાઇ સરવૈયા અને સતીષભાઇ કાંજીયાએ કરી હતી
