મોરબીના મહિલા કોર્પોરેટરને બ્રેઈન સ્ટ્રોક આવતા રાજકોટ ખાતે સારવાર હેઠળ મોરબી ઉમિયા નિવૃત શિક્ષક મંડળનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના નગરનાકા પાસેથી પસાર થતી બોલેરો ગાડીની શીટ નીચે બનાવેલ ચોરખાનામાંથી 1248 બોટલ દારૂ સાથે 2 શખ્સ પકડાયા, 1 ની શોધખોળ ગંભીર આક્ષેપ: મોરબી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ગુપ્ત મતદાનનો કરાઇ છે ભંગ, મતદારોની ગુપ્તતા જાળવવા કલેક્ટર-એસપીને રજૂઆત મોરબીમાં ઇન્ડ્રસ્ટિયલ ઇથેનોલનો ઉપયોગ કરીને બનાવ્યો હતો નકલી વિદેશી દારૂ: રો-મટિરિયલ્સના સપ્લાયર સુધી પહોચવા માટે કવાયત મોરબીના ભડીયાદ ગામે જાહેરમાં મારામારી, ઇજાગ્રસ્ત પાંચ યુવાન સારવારમાં મોરબીમાં બનેવી સાથેના મનદુખનો ખાર રાખીને સાળાને બે શખ્સોએ લાકડી અને પાઇપ વડે બેફામ માર મારતા યુવાનને મલ્ટી ફ્રેકચર હળવદમાં પાઇપ તૂટતાં નીચે પડેલા શખ્સે ગુપ્ત ભાગે પાટુ મારતા યુવાનના શુક્રપિંડનો કાયમી નાશ
Breaking news
Morbi Today

મોરબીમાં લોનના હપ્તા ભરવા ટ્રેડિંગના ધંધાર્થીને જાનથી મારી નાખવાની ધમકી  આપનારા વ્યાજખોરની ધરપકડ


SHARE





મોરબીમાં લોનના હપ્તા ભરવા ટ્રેડિંગના ધંધાર્થીને જાનથી મારી નાખવાની ધમકી  આપનારા વ્યાજખોરની ધરપકડ

મોરબીની શ્રીકુંજ સોસાયટીમાં રહેતા યુવાને હોમલોન લઈને મકાન લીધું હતું અને ત્યારે કોરોના આવી જવાના લીધે તેનો ટ્રેડિંગનો ધંધો બરાબર ચાલતો ન હોવાથી હોમ લોનના હપ્તા ભરવા માટે થઈને તેને કુલ મળીને દોઢ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા જેની સામે ૫.૬૦ લાખ રૂપિયા ચૂકવી દીધા તેમ છતાં પણ વ્યાજખોર દ્વારા તેની પાસેથી વધુ ૪ લાખની માંગણી કરવામાં આવી રહી હતી અને ગાળો આપીને હાથ પગ ભાંગી નાખવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીની ધરપકડ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ મોરબી તાલુકાના રામગઢ કોયલી ગામના રહેવાસી અને હાલમાં મોરબીના કન્યા છાત્રાલય પાસે આવેલ શ્રીકુંજ સોસાયટીમાં રહેતા રૂપેશભાઈ હરજીવનભાઈ રાણીપા જાતે પટેલ (ઉંમર ૩૦) એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે વિશાલભાઈ બચુભાઈ ગોગરા જાતે બોરીચા રહે. કોયલી ગામ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ હતી કેવર્ષ-૨૦૨૦ માં કોરોના પહેલા તેણે હોમ લોન લઈને ઘર લીધું હતું અને ત્યારબાદ કોરોનાના કારણે ટ્રેડિંગનો ધંધો તેનો બરાબર ચાલતો ન હતો જેથી કરીને હોમ લોનના હપ્તા ભરવા માટે તેને સમયાંતરે બે વખત વિશાલભાઈ ગોગરા પાસેથી કુલ મળીને દોઢ લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. જેની સામે ધીમે ધીમે કરતાં વ્યાજ અને મુડી એમ કુલ મળીને ૫.૬૦ લાખ રૂપિયા વિશાલભાઈ ગોગરાને આપી દેવામાં આવ્યા છે તેમ છતાં પણ બળજબરીથી વધુ એક લાખ રૂપિયા વ્યાજ પેટે વસૂલવા માટે થઈને તેની પાસેથી પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી ત્યારે ભોગ બનેલા ફરિયાદી રૂપેશભાઈએ તેની પાસે પૈસા નથી અને હવે રૂપિયાની ઉઘરાણી કરશો તો પોલીસ ફરિયાદ કરીશ તેવું કહ્યું હતું જેથી વિશાલ ગોગરા ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે વ્યાજ અને મૂડી સહિત વધુ ચાર લાખ રૂપિયા આપવા પડશે તેવું કહીને ગાળો આપીને હાથ પગ ભાંગી નાખવાની તેમજ જાનથી મારી રાખવાની ધમકી આપી હતી જેથી યુવાન દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે તપાસનીસ અધિકારી પીએસઆઈ એસ.આઈ.પટેલ અને તેની ટીમે આરોપી વિશાલભાઈ બચુભાઈ ગોગરા જાતે બોરીચા (૨૩) રહે. કોયલી ગામ વાળાની ધરપકડ કરેલ છે અને આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે




Latest News