મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના કંડલા બાયપાસ ઉપર રીષામણે બેઠેલ પત્ની મુદદે સસરા-જમાઈ વચ્ચે ધબધબાટી


SHARE













મોરબીના કંડલા બાયપાસ ઉપર રીષામણે બેઠેલ પત્ની મુદદે સસરા-જમાઈ વચ્ચે ધબધબાટી

મોરબીના કંડલા બાયપાસ ઉપર આવેલ કામધેનુ પાર્ટી પ્લોટની પાછળના મચ્છુનગર વિસ્તારમાં રહેતા આધેડ અને તેમની દિકરીને આધેડના જમાઈ અને પુત્રવધુ દ્વારા મારામારીના બનાવમાં ઈજા થતાં સારવારમાં ખસેડાયા હતા અને જાણવા મળ્યા મુજબ સામસામા સગપણ થયેલા હોય અને મહીલાને રીષામણે લઈ ગયા બાદ પરત તેડવા જતા આ મારામારીનો બનાવ બન્યો હતો.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના કંડલા બાયપાસ ઉપર આવેલ કામધેનુ પાર્ટી પ્લોટની પાછળના મચ્છુનગર વિસ્તારમાં રહેતા હકાભાઇ રામાભાઇ માંગુડા જાતે ભરવાડ નામના ૫૦ વર્ષના આધેડ અને તેમની દીકરી કિરણબેન નારણભાઈ સરૈયા (૨૫) બંનેને ઇજાઓ પહોંચતા સારવારમાં ખસેડાયા હતા અને બાદમાં બનાવ સંદર્ભે હકાભાઇ ભરવાડ દ્વારા તેમના જમાઈ નારણભાઈ ગાંડુભાઇ સરૈયા અને તેમના દીકરાની વહુ લીલાબેન નવઘણભાઈ ભરવાડ રહે. બંને ચૂંટણી હળવદ વાળાઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને તેમા હકાભાઇએ જણાવ્યું હતું કે તેમની દીકરી કિરણબેન રિસામણે હોય તેને તેડવા માટે તેમના જમાઈ નારણભાઈ સરૈયા આવ્યા હતા અને તે બાબતે બોલાચાલી થઈ હતી.હકાભાઇના દીકરા દીકરીનું સામસામે સગપણ થયેલું હોય જમાઈ નારણભાઈ અને તેમના પુત્ર નવઘણની પત્ની લીલાબેન બંનેએ પોતાને અને દિકરી કિરણબેનને માર માર્યો હતો.હાલ બનાવને સંદર્ભે એ ડિવિઝન પોલીસ મથકના એ.એમ.જાપડીયા દ્વારા હુમલો કરનાર જમાઈ નારણભાઈ ગાંડુભાઇ સરૈયા રહે.ચૂંપણી વિરુદ્ધ અટકાયતી પગલા ભરીને આગળની તપાસ હાથ ધરી છે.

ફિનાઈલ પી જતા સારવારમાં

મોરબીના જેલ ચોક પાછળ આવેલ મકરાણીવાસ વિસ્તારમાં રહેતા મુસ્કાનબેન ઈમ્તિયાઝભાઈ મકરાણી નામની ૧૫ વર્ષીય સગીરાએ કોઈ કારણોસર ફીનાઇલ પી લેતા સિવિલે સારવારમાં ખસેડાઇ હતી જેથી ત્યાંથી હોસ્પિટલ સત્તાવાળાઓએ જાણ કરતા હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા આ અંગે તપાસ ચલાવવામાં આવી રહી છે.જ્યારે મોરબીના પંચાસર રોડ ગીતા મીલ સામે બાઈક સ્લીપ થઈ જવાના બનેલ અકસ્માત બનાવમાં રાજકોટના માધાપર વિસ્તારમાં રહેતા હંસાબેન સુભાષચંદ્ર લાખાણી નામના ૫૮ વર્ષીય મહિલાને ઇજાઓ પહોંચતા અત્રેની ખાનગી હોસ્પીટલે સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.

દવા પી જતા સારવારમાં

સુરેન્દ્રનગરના થાન તાલુકાના મોરથરા ગામે રહેતા શીતલબેન અશોકભાઈ મકવાણા નામની ૨૧ વર્ષીય મહિલા તેના ઘેર કોઈ કારણોસર ઝેરી દવા પી ગઈ હતી જેથી કરીને તેને બેભાન હાલતમાં અહીંની મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી હોસ્પિટલ સુત્રો તરફથી જાણ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા પ્રાથમિક તપાસ કરી બનાવ અંગે થાન પોલીસને જાણ કરવામાં આવી હતી.મોરબીના ઋષભનગરમાં રહેતા કિશોરભાઈ મોહનભાઈ જીવાણી નામના ૫૪ વર્ષના આધેડ લીલાપર રોડ ઉપરથી બાઈકમાં જતા હતા ત્યારે બાઈક સ્લીપ થઈ જતા તેઓને ઇજા પહોંચતા સારવારમાં ખસેડાયા હતા






Latest News