મોરબીના મહિલા કોર્પોરેટરને બ્રેઈન સ્ટ્રોક આવતા રાજકોટ ખાતે સારવાર હેઠળ મોરબી ઉમિયા નિવૃત શિક્ષક મંડળનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના નગરનાકા પાસેથી પસાર થતી બોલેરો ગાડીની શીટ નીચે બનાવેલ ચોરખાનામાંથી 1248 બોટલ દારૂ સાથે 2 શખ્સ પકડાયા, 1 ની શોધખોળ ગંભીર આક્ષેપ: મોરબી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ગુપ્ત મતદાનનો કરાઇ છે ભંગ, મતદારોની ગુપ્તતા જાળવવા કલેક્ટર-એસપીને રજૂઆત મોરબીમાં ઇન્ડ્રસ્ટિયલ ઇથેનોલનો ઉપયોગ કરીને બનાવ્યો હતો નકલી વિદેશી દારૂ: રો-મટિરિયલ્સના સપ્લાયર સુધી પહોચવા માટે કવાયત મોરબીના ભડીયાદ ગામે જાહેરમાં મારામારી, ઇજાગ્રસ્ત પાંચ યુવાન સારવારમાં મોરબીમાં બનેવી સાથેના મનદુખનો ખાર રાખીને સાળાને બે શખ્સોએ લાકડી અને પાઇપ વડે બેફામ માર મારતા યુવાનને મલ્ટી ફ્રેકચર હળવદમાં પાઇપ તૂટતાં નીચે પડેલા શખ્સે ગુપ્ત ભાગે પાટુ મારતા યુવાનના શુક્રપિંડનો કાયમી નાશ
Breaking news
Morbi Today

મોરબીના ગાંધીચોક પાસે રાહદારી મહિલાને બાઇક ચાલકે ઉડાવી : ગુનો નોંધાયો


SHARE





મોરબીના ગાંધીચોક પાસે રાહદારી મહિલાને બાઇક ચાલકે ઉડાવી : ગુનો નોંધાયો

મોરબીના ગાંધી ચોક રીક્ષા સ્ટેન્ડ પાસેથી પગપાળા ચાલીને મહિલા પસાર થઈ રહી હતી ત્યારે તેને બાઈક ચાલકે હડફેટે લીધી હતી જેથી તે મહિલા રોડ ઉપર પછડાતા તેને મોઢા, જડબા અને હાથે પગે ઇજાઓ થઈ હતી જેથી કરીને તેને સારવારમાં ખસેડવામાં આવી હતી અને સારવાર લીધા બાદ મહિલાએ બાઈક ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી વિગત મુજબ મોરબીના ઘૂટું ગામે રહેતા પારૂબેન મનસુખભાઈ ચૌહાણ (૪૮)એ હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બાઈક નંબર જીજે ૩૬ એન ૬૬૩૯ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીના ગાંધી ચોક રિક્ષા સ્ટેન્ડ પાસેથી તેઓ પગપાળા ચાલીને પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈક ચાલકે બેદરકારીથી તેનું વાહન ચલાવીને તેને હડફેટે લીધા હતા જેથી તેઓ રસ્તા ઉપર નીચે પડી જતા તેને મોઢા, જડબા, પગ, હાથ અને કાંડામાં ઈજા થઈ હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ પારૂબેનને હાલમાં બાઈક ચાલક સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરુ કરી છે.
અકસ્માતમાં ઇજા

વાંકાનેર મોરબી નેશનલ હાઈવે ઉપર જીઓ કંપનીના પેટ્રોલ પંપ સામેથી પસાર થતા બાઈકને મેટાડોરના ચાલકે હડફેટે લીધું હતું જેથી કરીને બાઈઉક ચાલક હરેશભાઈને ઇજાઓ થયેલ હતી જેથી હરેશભાઈને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને ત્યાર બાદ કિશનભાઇ ગણપતભાઈ ઉર્ફે ધનાભાઈ વિજળીયા જાતે કોળી (ઉંમર ૨૪) રહે ઓળ ગામ વાળાએ ટાટા ૪૦૭ મેટાડોર નંબર જીજે ૧૧ યુ ૯૧૪૨ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News