મોરબીના જુના બસ સ્ટેશન પાસે અપરણિત યુવાને ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત હળવદના દીઘડીયા ગામ પાસેથી 288 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક ઝડપાયો, 5.56 લાખના મુદ્દામાલ કબજે વિશ્વ શાંતિ માટે મોરબીમાં આગામી ગુરુવારે નવકાર મંત્ર જાપનું આયોજન મોરબી મહાપાલિકાની 52 બેઠકો સાથે કોંગ્રેસ 23 ઉમેદવાર જાહેર કર્યા: 29 મુરતિયાને શોધવા કાવયત મોરબીના કેસર બાગમાં પાણીના ટાંકા પાસે પડી ગયા બાદ વૃદ્ધનું મોત જોડિયાના દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી મોરબીમાંથી પકડાયો વાંકાનેર તાલુકામાં ગેરકાયદે બ્લાસ્ટ થાય તે પહેલા SOG ત્રાટકી: 475 જીલેટીંગ સ્ટીક સહિત 3.18 લાખના મુદામલ સાથે એક પકડાયો, 12 સામે ફરિયાદ મોરબીમાં વિદેશી દારૂની 4 રેડમાં 116 બોટલ દારૂ અને 68 બીયરના ટીન સાથે 5 આરોપી ઝડપાયા: 4 ની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના લાલપર નજીક શૈલેષ કાંટા પાછળથી દારૂની નાની-મોટી ૧૫૬ બોટલ-બીયરના ૪૮ ટીન સાથે બે ઝડપાયા


SHARE











મોરબીના લાલપર નજીક શૈલેષ કાંટા પાછળથી દારૂની નાની-મોટી ૧૫૬ બોટલ-બીયરના ૪૮ ટીન સાથે બે ઝડપાયા

મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં શૈલેષ કાંટા પાછળ બાવળની કાંટમાં દારૂનો જથ્થો છુપાવેલ હોવાની માહિતી મળી હતી જેના આધારે મોરબી તાલુકા પોલીસની ટીમે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની અને મોટી કુલ મળીને ૧૫૬ બોટલ તેમજ ૪૮ બીયરના ટીન સાથે બે શખ્સ મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે દારૂ બિયરના જથ્થા સાથે તેને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે.


મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ કે.એ.વાળાની સૂચના મુજબ દિવ્યરાજસિંહ જાડેજા તથા ભગીરથભાઇ લોખીલને મળેલ બાતમી આધારે પોલીસે મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં આવેલ શૈલેષ કાંટા પાછળ બાવળની કાંટમાં દારૂની રેડ કરી હતી અને ત્યારે ત્યાં છુપાવેલ દારૂની અલગ અલગ બ્રાન્ડની મોટી ૬૦ બોટલ જેની કિંમત ૨૫,૨૦૦મ બીયરના ૪૮ ટીન જેની કિંમત ૪૮૦૦ તથા દારૂની નાનની બોટલના પાઉચ ૯૬ જેની કિંમત ૯૬૦૦ આમ કુલ મળીને ૩૯,૬૦૦ ના મુદ્દામાલ સાથે બે આરોપીને પકડવામાં આવેલ છે જેમાં જગદીશભાઇ સાધાભાઇ સવસેટા જાતે બોરીચા (૨૫) રહે. સિરામીક સીટી, લાલપર મોરબી-૨, મુળ રહે કોઠારીયા તાલુકો જોડીયા અને મોહિતસિંહ અશોકસિંહ જાડેજા જાતે દરબાર (૨૧) ૨હે. સિરામીક સીટી લાલપર તાલુકો મોરબી મુળ રહે ચુર તાલુકો જામજોધપુર વાળાની ધરપકડ કરેલ છે અને આ આરોપીઓ દારૂનો જથ્થો કયાંથી લઈને આવ્યા હતા અને કોને આપવાના હતા તે દિશામાં તપાસ શરૂ કરેલ છે.

દેશી દારૂ

મોરબી તાલુકાના રફાળેશ્વર ચોકડી પાસેથી દારૂનો જથ્થો ભરેલ કાર નીકળવાની છે તેવી બાતમી સર્વેલન્સ સ્ટાફના જયદીપભાઈ હર્ષદભાઈ પટેલ તથા પંકજભા પ્રવિણભા ગઢડાને મળેલ હતી જેના આધારે તાલુકા પીઆઇ કે.એ. વાળાના સીધા માર્ગદર્શન હેઠળ સમગ્ર ટીમ દ્વારા કામ કરવામાં આવી રહ્યું હતું અને હકીકત આધારે ચોકડી પાસેથી નીકળેલ સ્વીફટ કાર નંબર જીજે ૪ સીએ ૬૫૦૨ ને રોકીને પોલીસે ચેક કરી હતી જેથી કરીને તે કારમાંથી ૫૦૦ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૧૦૦૦૦ ની કિંમતનો દારૂ તેમજ બે લાખની કિંમતની કાર આમ કુલ મળીને ૨,૧૦,૦૦૦ ના મુદામાલ સાથે આરોપી કમલેશભાઈ ધીરૂભાઈ ઉઘરેજીયા જાતે દેવીપુજક રહે. ડાકવડલા તાલુકો ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગર વાળાની ધરપકડ કરેલ છે.






Latest News