મોરબીના જુના બસ સ્ટેશન પાસે અપરણિત યુવાને ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત હળવદના દીઘડીયા ગામ પાસેથી 288 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક ઝડપાયો, 5.56 લાખના મુદ્દામાલ કબજે વિશ્વ શાંતિ માટે મોરબીમાં આગામી ગુરુવારે નવકાર મંત્ર જાપનું આયોજન મોરબી મહાપાલિકાની 52 બેઠકો સાથે કોંગ્રેસ 23 ઉમેદવાર જાહેર કર્યા: 29 મુરતિયાને શોધવા કાવયત મોરબીના કેસર બાગમાં પાણીના ટાંકા પાસે પડી ગયા બાદ વૃદ્ધનું મોત જોડિયાના દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી મોરબીમાંથી પકડાયો વાંકાનેર તાલુકામાં ગેરકાયદે બ્લાસ્ટ થાય તે પહેલા SOG ત્રાટકી: 475 જીલેટીંગ સ્ટીક સહિત 3.18 લાખના મુદામલ સાથે એક પકડાયો, 12 સામે ફરિયાદ મોરબીમાં વિદેશી દારૂની 4 રેડમાં 116 બોટલ દારૂ અને 68 બીયરના ટીન સાથે 5 આરોપી ઝડપાયા: 4 ની શોધખોળ
Breaking news
Morbi Today

મોબાઇલનું ગાંડપણ : મોરબીના બેલા ગામે સગીરાએ અજુગતુ પગલુ ભરી લેતા મોત


SHARE











મોબાઇલનું ગાંડપણ : મોરબીના બેલા ગામે સગીરાએ અજુગતુ પગલુ ભરી લેતા મોત

મોરબી તાલુકાના બેલા ગામે આવેલ સિરામિક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતી સગીરાએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આપઘાતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી સગીરાએ કયા કારણોસર આપઘાત કરેલ છે તે દિશામાં તપાસ શરૂ કરતા બનાવનું કારણ જાણવા મળ્યું હતું જેમાં નાની બહેન સાથે મોબાઈલ બાબતે બોલાચાલી થયાનું લાગી આવતા સગીરાએ અંતિમ પગલું ભર્યું હોવાનું ખુલ્યું છે.


બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામ પાસે મુરાનો સિરામિકના લેબર કવાર્ટર રહેતા અને મજૂરી કામ કરતા પિતમભાઈ ભીલાલાની ૧૩ વર્ષની દીકરી અનિતાબેને લેબર ક્વાર્ટરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની સિવિલ હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને સગીરાએ ક્યા કરણોસર આપઘાત કર્યો છે તે દિશામાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એમ.એલ. બારૈયાએ તપાસ કરતા મૃતક સગીરાના પરિવારજનો પાસેથી જાણવા મળ્યું હતું કે મૃતક સગીરાને તેની નાની બહેનની સાથે મોબાઈલ બાબતે બોલાચાલી થઈ હતી તે વાતનું મનમાં લાગી આવતા સગીરાએ ઉપરોક્ત અંતિમ પગલું ભરી લીધું હોવાથી તેનું મોત નિપજેલ છે.

ચાર બોટલ દારૂ

હળવદ તાલુકાના રાયધ્રા ગામના પાટીયા પાસે વિદેશી દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની ચાર બોટલો મળી આવી હોય પોલીસે ૧૨૮૦ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો જોકે, આ દારૂનો જથ્થો કુલદીપભાઈ દિલીપભાઈ સારલા જાતે કોળી રહે. રણછોડગઢ વાળાનો હોવાનું સામે આવ્યું હતું અને તે સ્થળ ઉપર હાજર ન હોવાથી તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

ઈલેક્ટ્રીકનો થાંભલો માથે પડતા સારવારમાં

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના સરંભડા ગામે રહેતા મનજીભાઈ પોપટભાઈ થરેસા નામના ૪૦ વર્ષના યુવાનને વાડીએ કામ દરમિયાન ઈજા થતા સારવાર માટે મોરબીની સિવિલે લાવવામાં આવ્યો હતો અને ત્યાંથી પોલીસને જાણ કરવામાં આવી હતી જ્યાં પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે સીમમાં વાડીએ કામ કરતાં સમયે ઇલેક્ટ્રીકનો થાંભલો માથે પડતા ઈજા થતાં મનજીભાઈ થરેસાને સારવાર માટે મોરબી સિવિલે લાવ્યા હતા જેથી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયાએ પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે હળવદ પોલીસને જાણ કરી હતી.






Latest News