મોરબીના મહિલા કોર્પોરેટરને બ્રેઈન સ્ટ્રોક આવતા રાજકોટ ખાતે સારવાર હેઠળ મોરબી ઉમિયા નિવૃત શિક્ષક મંડળનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના નગરનાકા પાસેથી પસાર થતી બોલેરો ગાડીની શીટ નીચે બનાવેલ ચોરખાનામાંથી 1248 બોટલ દારૂ સાથે 2 શખ્સ પકડાયા, 1 ની શોધખોળ ગંભીર આક્ષેપ: મોરબી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ગુપ્ત મતદાનનો કરાઇ છે ભંગ, મતદારોની ગુપ્તતા જાળવવા કલેક્ટર-એસપીને રજૂઆત મોરબીમાં ઇન્ડ્રસ્ટિયલ ઇથેનોલનો ઉપયોગ કરીને બનાવ્યો હતો નકલી વિદેશી દારૂ: રો-મટિરિયલ્સના સપ્લાયર સુધી પહોચવા માટે કવાયત મોરબીના ભડીયાદ ગામે જાહેરમાં મારામારી, ઇજાગ્રસ્ત પાંચ યુવાન સારવારમાં મોરબીમાં બનેવી સાથેના મનદુખનો ખાર રાખીને સાળાને બે શખ્સોએ લાકડી અને પાઇપ વડે બેફામ માર મારતા યુવાનને મલ્ટી ફ્રેકચર હળવદમાં પાઇપ તૂટતાં નીચે પડેલા શખ્સે ગુપ્ત ભાગે પાટુ મારતા યુવાનના શુક્રપિંડનો કાયમી નાશ
Breaking news
Morbi Today

વાંકાનેરના ભલગામની સીમમાં શરીરે પેટ્રોલ છાંટીને જાત જલાવી લેનારા યુવાનનું મોત


SHARE





વાંકાનેરના ભલગામની સીમમાં શરીરે પેટ્રોલ છાંટીને જાત જલાવી લેનારા યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના ભલગામની સીમમાં પેટ્રોલ પંપની બાજુમાં યુવાને પોતાના શરીર ઉપર પેટ્રોલ છાંટીને કાંડી ચાપી લીધી હતી જેથી કરીને ગંભીર રીતે દાઝી ગયેલા યુવાને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમ્યાન તે યુવાનનું મોત નીપજયું છે જેથી કરીને હોસ્પિટલ મારફતે આ બનાવવાની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવવાની જાણવા મળતી પ્રમાણે વાંકાનેર તાલુકાના ભલગામની સીમમાં આવેલ પેટ્રોલ પંપની બાજુમાં રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર આવેલ સ્વસ્તિક વીલા બેડી ખાતે રહેતા રાજેશભાઈ પરસોતમભાઈ રામાણી જાતે પટેલ (૪૫)એ પોતાની જાતે પોતાના શરીર ઉપર પેટ્રોલ છાંટીને કાંડી ચાપી લીધી હતી. જેથી કરીને યુવાન ગંભીર રીતે દાજી ગયો હતો જેથી કરીને તેને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈને ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન યુવાનનું મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવની રાજકોટ સિવિલ હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના સામાકાંઠે સોઓરડી પાછળ આવેલ રામદેવનગર વિસ્તારમાં રહેતા પ્રેમજીભાઈ ડાયાભાઈ સોલંકી નામનો ૪૬ વર્ષનો યુવાન ઘરેથી શાકભાજી લેવા માટે બહાર જતો હતો ત્યારે અજાણ્યા બાઇક ચાલકે તેને હડફેટે લેતા ઇજાગ્રસ્ત થવાથી પ્રેમજીભાઇને સારવાર માટે ખાનગી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જેથી બનાવની બી ડિવિઝન પોલીસે નોંધ કરી આ અંગે આગળની તપાસ હાથ ધરી છે.જ્યારે મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ એક્ટિવ સીરામીકના લેબર ક્વાર્ટરમાં રહીને કામકાજ કરતી આરૂષિબેન અનિલભાઈ નીનામા નામની મહિલાને બંધુનગર પાસે અજાણ્યા ટ્રકના ચાલકે હડફેટ લેતા તેને અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવી હતી અને ત્યાં પ્રાથમિક સારવાર આપીને તેણીને વધુ સારવાર માટે અત્રેની ખાનગી આયુષ હોસ્પિટલે લઈ જવામાં આવી હતી જેથી બનાવની તાલુકા પોલીસમાં નોંધ થતા હાલમાં તાલુકા પોલીસ મથકના મણીભાઈ ગામેતી આ અંગે આગળની તપાસ ચલાવી રહ્યા છે.




Latest News