મોરબીના મહિલા કોર્પોરેટરને બ્રેઈન સ્ટ્રોક આવતા રાજકોટ ખાતે સારવાર હેઠળ મોરબી ઉમિયા નિવૃત શિક્ષક મંડળનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના નગરનાકા પાસેથી પસાર થતી બોલેરો ગાડીની શીટ નીચે બનાવેલ ચોરખાનામાંથી 1248 બોટલ દારૂ સાથે 2 શખ્સ પકડાયા, 1 ની શોધખોળ ગંભીર આક્ષેપ: મોરબી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ગુપ્ત મતદાનનો કરાઇ છે ભંગ, મતદારોની ગુપ્તતા જાળવવા કલેક્ટર-એસપીને રજૂઆત મોરબીમાં ઇન્ડ્રસ્ટિયલ ઇથેનોલનો ઉપયોગ કરીને બનાવ્યો હતો નકલી વિદેશી દારૂ: રો-મટિરિયલ્સના સપ્લાયર સુધી પહોચવા માટે કવાયત મોરબીના ભડીયાદ ગામે જાહેરમાં મારામારી, ઇજાગ્રસ્ત પાંચ યુવાન સારવારમાં મોરબીમાં બનેવી સાથેના મનદુખનો ખાર રાખીને સાળાને બે શખ્સોએ લાકડી અને પાઇપ વડે બેફામ માર મારતા યુવાનને મલ્ટી ફ્રેકચર હળવદમાં પાઇપ તૂટતાં નીચે પડેલા શખ્સે ગુપ્ત ભાગે પાટુ મારતા યુવાનના શુક્રપિંડનો કાયમી નાશ
Breaking news
Morbi Today

વાંકાનેરના તીથવા ગામે ઘરમાં પગથિયા ઉપરથી પડી જતાં વૃદ્ધનું મોત


SHARE





વાંકાનેરના તીથવા ગામે ઘરમાં પગથિયા ઉપરથી પડી જતાં વૃદ્ધનું મોત

વાંકાનેર તાલુકાના તીથવા ગામે રહેતા વૃદ્ધ પોતાના ઘરે પગથીયા ઉપરથી નીચે પટકાયા હતા જેથી કરીને તેઓને માથામાં અને શરીરને ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મૃત્યુ નીપજ્યું હતું અને તેના ડેડબોડીને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની જાણવા મળતી ન્મહિતી મુજબ વાંકાનેર તાલુકાના તીથવા ગામે રહેતા શેરસિયા હુસેનભાઇ જીવાભાઈ (ઉમર ૫૮) પોતાના ઘરે હતા ત્યારે તે પોતાના ઘરે સીડીના પગથીયા ઉપરથી નીચે પટકાયા હતા જેથી કરીને તેઓને માથા અને શરીરે ગંભીર ઇજા થયેલ હતી અને તેનું મૃત્યુ નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે મહમદભાઈ હુસેનભાઇ લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર સરકારી હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વાહન અકસ્માતમાં વૃદ્ધને ઇજા

મોરબી તાલુકાના નવા સાદુળકા ગામે રહેતા અલારખાભાઈ ઈશાભાઈ ચાનિયા નામના ૭૭ વર્ષના વૃદ્ધને વાહન અકસ્માતના બનાવમાં ઈજાઓ થતા અત્રેની આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.ત્યાંથી બનાવની જાણ થતા તાલુકા પોલીસે નોંધ કરી આ અંગે આગળની તપાસ હાથ ધરી હતી જેમાં ખુલ્યુ હતું કે તા.૯ ના સવારના સાડા દસેક વાગ્યાના અરસામાં અલારખાભાઈ ચાનીયા બાઇક લઈને ધરમપુર ગામના પાટીયાની સામેના રોડ ઉપરથી જતા હતા ત્યારે પાછળના ભાગેથી અજાણ્યા કાર ચાલકે તેમના બાઇકને હેડફેટે લીધું હતું જેથી કરીને સર્જાયેલ વાહન અકસ્માતના બનાવમાં તેમને ઇજા પહોંચતા સારવારમાં ખસેડાયા છે.જ્યારે મોરબીના સામાકાંઠે માળિયા ફાટક પાસે રહેતા રજાકભાઈ દાઉદભાઈ કોબીયા નામના ૪૦ વર્ષના યુવાનને મારામારીના બનાવમાં ઈજા થતા સિવિલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો અને બનાવની જાણ થતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં ખુલ્યુ હતું કે મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામની પાસે સોમનાથ પેટ્રોલ પંપ નજીક મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં રજાકભાઈને ઇજાઓ પહોંચતા તેમને સારવાર માટે લાવવામાં આવ્યા હતા.




Latest News