મોરબીના મહિલા કોર્પોરેટરને બ્રેઈન સ્ટ્રોક આવતા રાજકોટ ખાતે સારવાર હેઠળ મોરબી ઉમિયા નિવૃત શિક્ષક મંડળનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના નગરનાકા પાસેથી પસાર થતી બોલેરો ગાડીની શીટ નીચે બનાવેલ ચોરખાનામાંથી 1248 બોટલ દારૂ સાથે 2 શખ્સ પકડાયા, 1 ની શોધખોળ ગંભીર આક્ષેપ: મોરબી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ગુપ્ત મતદાનનો કરાઇ છે ભંગ, મતદારોની ગુપ્તતા જાળવવા કલેક્ટર-એસપીને રજૂઆત મોરબીમાં ઇન્ડ્રસ્ટિયલ ઇથેનોલનો ઉપયોગ કરીને બનાવ્યો હતો નકલી વિદેશી દારૂ: રો-મટિરિયલ્સના સપ્લાયર સુધી પહોચવા માટે કવાયત મોરબીના ભડીયાદ ગામે જાહેરમાં મારામારી, ઇજાગ્રસ્ત પાંચ યુવાન સારવારમાં મોરબીમાં બનેવી સાથેના મનદુખનો ખાર રાખીને સાળાને બે શખ્સોએ લાકડી અને પાઇપ વડે બેફામ માર મારતા યુવાનને મલ્ટી ફ્રેકચર હળવદમાં પાઇપ તૂટતાં નીચે પડેલા શખ્સે ગુપ્ત ભાગે પાટુ મારતા યુવાનના શુક્રપિંડનો કાયમી નાશ
Breaking news
Morbi Today

મોરબીમાં ૯.૨૫ લાખની ચોરીના ગુનામાં પકડાયેલા પાંચ આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર


SHARE





મોરબીમાં ૯.૨૫ લાખની ચોરીના ગુનામાં પકડાયેલા પાંચ આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર

મોરબીના પીપળી ગામે આવેલ શ્રીરામ પેપર ઇન્ડસ્ટ્રીઝ કારખાનામાંથી થોડા દિવસો પહેલા ચોરી કરવામાં આવી હતી અને ત્યારે પેપરમીલ લગત મશીનર સહિત કુલ મળીને ૯.૨૫ લાખના મુદામાલની ચોરી કરવામાં આવી હતી જેની ફરિયાદ નોંધાઈ હતી તેના આધારે પોલીસે પાંચ આરોપીને પકડ્યા હતા જેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીઓના ત્રણ દિવસમાં રિમાન્ડ મંજૂર કર્યા છે

મોરબી તાલુકાના પીપળી ગામની સીમમાં આવેલ શ્રીરામ પેપર ઇન્ડસ્ટ્રીજ કારખાનામાં ગજાનંદ એન્જીનીયર વર્કનુ સ્વીટીંગ મશીન તથા મશીનને કન્ટ્રોલ કરવાની એસી ડ્રાઇવ તથા મશીનને લગાડવાની ડાઇ આશરે નંગ-૫ ની ચોરી થયેલ હતી જેથી કરીને ૯.૨૫ લાખના મુદામાલની ચોરી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવી હતી જેથી કરીને તાલુકા પીઆઇ કે.એ. વાળા અને તેની ટીમે કામ કરી રહી હતી ત્યારે કારખાનામાં કામ કરતા મજુરો બનાવ બાદ હાજર નહીં મળી આવતા તે દિશામાં તપાસ શરૂ કરી હતી અને આ ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે અને આ ગુનામાં પોલીસે ચોરીમાં ગયેલા માલ સાથે આઇશર નં. એમએચ ૧૫ એચએચ ૮૬૬૯ તેમજ પાંચ આરોપીને પકડ્યા હતા જેમાં ગણેશ શાંતિલાલ દુભાયે જાતે મરાઠા (૨૩), ગોવિંદ દિનકર ધાદવડ જાતે મહાદેવ કોળી (૧૯), બ્રિજેશકુમાર શ્રીરામાઆશરે રાજપુત જાતે લોદી (ર૦), રાજકમલ ગંધર્વસિંહ રાજપુત જાતે લોદી (૧૯) અને બિશ્નકુમાર ઉર્ફે કિશન ઉર્ફે મોનુ શ્રીરાજકુમાર પ્રજાપતિ જાતેકુંભાર (૨૪)નો સમાવેશ થાય છે અને આ આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીઓના ત્રણ દિવસ એટ્લે કે, આગમી તા ૧૩/૧ સુધીના રિમાન્ડ મંજૂર કરેલ છે જેથી કરીને આ આરોપીઓ અન્ય કોઈ ચોરીના બનાવમાં સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે




Latest News