મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર મોરબીના મહિલા કોર્પોરેટરને બ્રેઈન સ્ટ્રોક આવતા રાજકોટ ખાતે સારવાર હેઠળ
Breaking news
Morbi Today

વાંકાનેરના ચંદ્રપુરમાં રહેતા યુવાનનું તાવની સારવાર દરમ્યાન મોત


SHARE





વાંકાનેરના ચંદ્રપુરમાં રહેતા યુવાનનું તાવની સારવાર દરમ્યાન મોત

વાંકાનેર નજીક આવેલ ચંદ્રપુરમાં વણકરવાસ ખાતે રહેતા યુવાનને બે દિવસથી તાવ આવતો હતો જેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસીને તે યુવાને મૃત જાહેર કર્યો હતો જેથી કરીને આ બનાવની રાજકોટ સિવિલ હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસે બનાવવાની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

વાંકાનેર નજીક આવેલ ચંદ્રપુર વણકરવાસમાં રહેતા પ્રવીણભાઈ માવજીભાઇ મકવાણા (ઉંમર ૩૧) ને છેલ્લા બે દિવસથી તાવ હતો જેથી કરીને તેની પ્રાથમિક સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે તે યુવાને રાજકોટ સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જોકે ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બાઇક સ્લીપ

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ સુમતિનાથ સોસાયટી પાસે હનુમાન મંદિર નજીકથી મોરબી તાલુકાના આમરણ ગામે રહેતા ચંદુભાઈ બાબાભાઈ ભારુકિયા (ઉંમર ૫૩) પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓનું બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને ચંદુભાઈને ઇજાઓ થયો હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતના બનાવવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

બાઇક સ્લીપ

મોરબીના વાવડી રોડ ઉપર ગાયત્રી નગર પાસે આવેલ બાપા સીતારામની મઢુલી પાસેથી આસુરામ પટેલ (ઉંમર ૨૧) નામનો યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે કોઈ કારણસર બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં યુવાનને ઈજા થઈ હોવાથી તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને અકસ્માતના બનાવની મોરબી સીટી પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News