અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે ટ્રક પાછળ એસટીની બસ અથડાતાં પિતા-પુત્રને ઇજા મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં હવે નણંદની ધરપકડ મોરબીમાં ઝૂંપડામાંથી 450 બોટલ દારૂ અને 96 બીયરના ટીન પકડવાના ગુનામાં માલ મંગાવનાર શખ્સની ધરપકડ મોરબી મત્સ્યૌદ્યોગ વિભાગના અધિક્ષક કોન્ટ્રાકટર પાસેથી 50 હજારની લાંચ લેતા રાજકોટમાં પકડાયા મોરબીમાં રસોડા કામ માટે જવાનું કહીને નીકળ્યા બાદ યુવતી ગુમ મોરબીના લાલપર ગામેથી યુવાન ૧૦ દિવસથી ગુમ, શોધખોળ શરૂ મોરબી નજીકથી 15 ઘેટા બકરા લઈ જતી બોલેરો ગાડી સાથે બે શખ્સની ધરપકડ: 5.45 લાખનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબીમાં ૬૪ હજારની ઉઘરાણી કરવા યુવાનનું અપહરણ કરીને ફલેટમાં ગોંધી રાખીને બે શખ્સોએ માર માર્યો


SHARE







મોરબીમાં ૬૪ હજારની ઉઘરાણી કરવા યુવાનનું અપહરણ કરીને ફલેટમાં ગોંધી રાખીને બે શખ્સોએ માર માર્યો

મોરબી કંડલા બાયપાસ રોડે કિષ્ના હોટેલ પાસે યુવાન નાસ્તો કરવા માટે ઊભો હતો ત્યાર તેની પાસે બે શખ્સો આવ્યા હતા અને એવું કહ્યું હતું કે, “જીગ્નેશભાઇ કૈલાને ધંધાના બાકી નીકળતા રૂપિયા બારોબાર અમારે લેવા છે તુ કેમ રૂપિયા આપતો નથી” તેમ કહી મોટર સાયકલ ઉપર યુવાનને બળજબરીથી બેસાડીને તેનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તેને રવપર ગામમાં આવેલ હરિદર્શન એપાર્ટમેન્ટમાં લઈને ગયા હતા અને ત્યાં તેને માર માર્યો હતો જો કેત્યાર બાદ યુવાનને માળીયાના લક્ષ્મીવાસ બાજુ લઈને જતાં હતા ત્યારે લઘુશંકા કરવા માટે તે ગાડીમાંથી નીચે ઉતાર્યો હતો અને ત્યાર બાદ તકનો લાભ લઈને યુવાન ત્યાંથી ભાગી ગયો હતો અને બાદમાં તેને મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બને શખ્સોની સામે અપહરણ અને માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને બંને આરોપીઓની ધરપકડ કરેલ છે


જાણવા મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સ્કાયમોલની સામે ભારતનગરમાં રહેતા ચેતનભાઇ કાન્તીલાલભાઇ બજાણીયા જાતે વાંણદ (૩૯) એ હાલમાં યોગેશ કાસુન્દ્રા અને રઘો મેરજાની સામે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કેમોરબી કંડલા બાયપાસ રોડે કિષ્ના હોટેલ પાસે નાસ્તો કરવા માટે ઊભો હતો ત્યારે તેની પાસે આરોપી યોગેશ કાસુન્દ્રા અને રઘો મેરજા ત્યાં આવ્યા હતા અને એવું કહ્યું હતું કેજીગ્નેશભાઇ કૈલાને ધંધાના બાકી નીકળતા રૂપિયા બારોબાર અમારે લેવા છે તુ કેમ રૂપિયા આપતો નથી તેમ કહી મોટર સાયકલ ઉપર બળજબરીથી બેસાડી અપહરણ કરી રવપર પાસે આવેલ ક્રિષ્ના સ્કૂલની સામે હરિદર્શન એપાર્ટમેંટના ફ્લેટ નંબર ૭૦૨ માં લઈને ગયા હતા અને ત્યાં ગોંધી રાખીને ઢીકા પાટુ તથા ધોકા વડે માર માર્યો હતો ત્યારે યોગેશે માથાના ભાગે તેમજ શરીરના ભાગે માર માર્યો હતો અને ધોકા વડે જમણા હાથની ત્રીજા આંગળીના પોચાના ભાગે ફેકચર જેવી ઇજા કરેલ છે અને રઘો મેરજાએ શરીરે તેમજ પગના ભાગે ધોકા વડે માર મારી મુંઢ ઇજાઓ કરી હતી જેથી કરીને યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઇ.પી.સી. કલમ ૩૨૩૩૨૫૩૪૨૩૬૫૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

વધુમાં જાણવા મળતી માહિતી મુજબ ફરિયાદી યુવાને જીગ્નેશભાઇ કૈલા પાસેથી મુંબઈમાં ટાઇલ્સનો શોરૂમ કરવા માટે ૩.૩૪ લાખ રૂપિયા લીધા હતા જેની સામે ૨.૭૦ લાખ રૂપિયા તેને ચૂકવી દીધા છે અને બાકીના ૬૪૦૦૦ રૂપિયા આપવાના હજુ બાકી છે અને આરોપીઓએ યુવાનનું અપહરણ કરીને માર માર્યા પછી માળીયાના લક્ષ્મીવાસ પાસે કોઈ પ્રસંગ હોવાથી તેને ઇકો સ્પોર્ટ ગાડીમાં બેસાડીને ત્યાં લઈ ગયા હતા અને ત્યાં બાથરૂમ કરવા માટે ગાડીમાંથી નીચે ઉતાર્યો હતો અને ત્યાંથી રિક્ષામાં બેસીને મોરબી આવી ગયો હતો અને પછી તેને પોતાના બનેવી દિવ્યેશભાઇને ફોન કરીને બોલાવ્યા હતા અને સારવાર લેવા માટે ગયો હતો અને બાદમાં તેને અપહરણ કરીને માર મારનારા બંને શખ્સોની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપી યોગેશ તુલસીભાઈ કાસુન્દ્રા (૩૧) રહે. ઘુનડા (ખાપર) તાલુકાઓ ટંકારા અને પ્રગ્નેશ ઉર્ફે રઘો રમેશભાઈ ગોઠી જાતે પટેલ (૩૨) રહે. હરિદર્શન એપાર્ટમેન્ટ ઘુનડા રોડ મોરબી વાળાની ધરપકડ કરેલ છે






Latest News