મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર મોરબીના મહિલા કોર્પોરેટરને બ્રેઈન સ્ટ્રોક આવતા રાજકોટ ખાતે સારવાર હેઠળ
Breaking news
Morbi Today

મોરબીના રામધન આશ્રમે આગામી તા.૩૦ થી દેવી ભાગવત કથા યોજાશે


SHARE





મોરબીના રામધન આશ્રમે આગામી તા.૩૦ થી દેવી ભાગવત કથા યોજાશે

મોરબીના રામધન આશ્રમ ખાતે આગામી તા. ૩૦ જાન્યુઆરીથી દેવી ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૩૦ જાન્યુઆરીના રોજ કથા પ્રારંભ થશે અને તા.૭ ફેબ્રુઆરીએ કથા વિરામ લેશે. દેવી ભાગવત કથામાં આવતા વિવિધ પ્રસંગો જેમ કે અંબે પ્રાગટ્ય, ઉમિયા પ્રાગટ્ય શાકંભરી પ્રાગટ્ય, ચામુંડા પ્રાગટ્ય, મહાકાલી પ્રાગટ્ય, શિવ વિવાહ, નંદ ઉત્સવ અને ખોડીયાર પ્રાગટ્ય જેવા પ્રસંગો ધામધુમથી ઉજવાશે.મોરબીના મહેન્દ્રનગર નજીક આવેલા રામધન આશ્રમ ખાતે તા.૩૦ જાન્યુઆરીથી આ કથા પ્રારંભ થશે કથા સવારે ૯ થી ૧૧ અને બપોરે ૩ થી ૫ કલાક યોજાશે.રામધન આશ્રમ ખાતે આયોજિત દેવી ભાગવત કથામાં બાળ વિદુષી રત્નેશ્વરી દેવી (રતનબેન) ગુરુશ્રી ભાવેશ્વરી માતાજી કથાના વક્તા તરીકે કથાનું રસપાન કરાવશે.આ દેવી ભાગવત કથાનો લાભ લેવા જય માતાજી ગુરુકૃપા સેવા સમિતિ મહેન્દ્રનગરના ભક્તો, તેમજ આશ્રમના સેવક સમુદાય દ્વારા જાહેર જનતાને  નિમંત્રણ પાઠવ્યું છે.
 
 
 



Latest News