મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર મોરબીના મહિલા કોર્પોરેટરને બ્રેઈન સ્ટ્રોક આવતા રાજકોટ ખાતે સારવાર હેઠળ
Breaking news
Morbi Today

મોરબીમાં કરોડોની જીએસટીની ચોરીમાં આરોપીની ધરપકડ


SHARE





મોરબીમાં કરોડોની જીએસટીની ચોરીમાં આરોપીની ધરપકડ

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથક ખાતે જીએસટી વિભાગના અધિકારી દ્વારા વર્ષ ૨૦૨૦-૨૧ માં નોંધાવવામાં આવેલી ગુજરાત મૂલ્યવેરા અધિનિયમ ૨૦૦૩ ની કલમ ૮૫(૧)ડીજી મુજબની કલમો હેઠળના ગુનામાં કરોડો રૂપિયાની જીએસટી ચોરી કરીને સરકારને ચૂનો લગાવવામાં આવ્યો હોવાનો બનાવ નોંધાયો હતો જે ફરિયાદમાં આરોપી નાસ્તો ફરતો હતો દરમિયાનમાં આરોપી આગોતરા જામીન સાથે મોરબી સીટી બી ડિવિઝન પોલીસમાં હાજર થતા પીઆઇ દેકાવડીયા દ્વારા રાજ્ય સરકારના જીએસટી વિભાગની સાથે કરોડોની છેતરપિંડી કરવાના ઉપરોક્ત બનાવવામાં યુનુસઝીયા જીયાઉલ્લ શરીફ (ઉમર ૫૪) ધંધો બિલ્ડર રહે.ગોલ્ડન એંકલેવ એરપોર્ટ રોડ બેંગ્લોર કર્ણાટક વાળાની ધરપકડ કરી હતી અને કોર્ટ તરફથી તેને આગોતરા જામીન આપવામાં આવ્યા હોય જરૂરી કાર્યવાહી કરીને પોલીસ દ્વારા તેને જામીનમુક્ત કરાયો હતો.જ્યારે મોરબીના મહેન્દ્રનગર ગામે આઈટીઆઈ વાળી શેરીમાં રહેતા ચિરાગ ભાઈલાલ જોશી નામના ૨૨ વર્ષના યુવાનને તેના ઘરની પાસે મારામારીના બનાવમાં ઇજાઓ થતા સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો.

મારામારી એસ્ટ્રોસિટીમાં ધરપકડ

મોરબીના રફાળેશ્વર ગામે નજીવી વાતે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં સામસામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને જેની તપાસ દરમિયાન એસસીએસટી સેલના ડીવાયએસપી પી.એસ.ગોસ્વામી દ્વારા હાલમાં મારામારી અને એટ્રોસિટીના કેસમાં ગૌતમ જયંતીભાઈ મકવાણા (૩૪) રહે. પ્રકાશનગર લીલાપર તા.જી.મોરબીની ધરપકડ કરવામાં આવી હતી.જ્યારે મોરબીના માટેલ રોડ ઉપર આવેલ આઈકોન ગ્રેનાઇટ્રો નામના કારખાનામાં કામ દરમિયાન પડી જતા બીસુભાઈ આદિવાસી નામના ૫૮ વર્ષના આધેડને ઇજાઓ પહોંચી હોય તેમને શહેરની નક્ષત્ર હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા હતા.

ખાણ ખનીજ વિભાગની કાર્યવાહી

મોરબીમાં ખનીજ ચોરીએ નવી વાત નથી ત્યારે સમયાંતરે કામગીરી બતાવવા માટે વિભાગ દ્વારા કામ કરવામાં આવે છે જે મુજબ માઇન સુપરવાઇઝર એમ.આર.ગોજીયા દ્વારા વાહન નંબર જીજે ૩૬ વાય ૧૮૯૬ માં બિન અધિકૃત ખનીજ પરિવહન કરતા વિશાલ સેલા વિંજુવાડીયા (ઉમર ૨૧) રહે.ભીમગુડા વાંકાનેર જી.મોરબી વાળાને અટકાવી દંડ વસૂલવાની કાર્યવાહી અર્થે વાહન પોલીસ હવાલે કરાયું હતુ




Latest News