મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર મોરબીના મહિલા કોર્પોરેટરને બ્રેઈન સ્ટ્રોક આવતા રાજકોટ ખાતે સારવાર હેઠળ
Breaking news
Morbi Today

વાંકાનેર અને ટંકારામાં દારૂની બે રેડ: ૨૨૮ બોટલ દારૂ સાથે બે શખ્સ પકડાયા


SHARE





વાંકાનેર અને ટંકારામાં દારૂની બે રેડ: ૨૨૮ બોટલ દારૂ સાથે બે શખ્સ પકડાયા

વાંકાનેર તાલુકાના વાકિયા ગામની સીમા તળાવ પાસે પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને ૨૨૮ બોટલો મળી આવી હતી જેથી પોલીસે દારૂનો જથ્થો થતા મોબાઈલ ફોન મળીને ૮૯૪૮૦ ની કિંમત નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી હાજર મળી આવતા પોલીસે તેને પકડીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ શખ્સ દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો હતો અને દારૂ કોને આપવાનો હતો તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર સિટી પોલીસની ટીમને બાતમી મળી હતી કે, વાંકીયા ગામની સીમા તળાવ પાસે દારૂનો જથ્થો છે જેથી કરીને પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવતા ત્યાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને ૨૨૮ બોટલો મળી આવી હતી જેથી પોલીસે દારૂનો જથ્થો અને ૫૦૦ રૂપિયાની કિંમતનો મોબાઈલ ફોન આમ કુલ મળીને ૮૯૪૮૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને સ્થળ ઉપરથી આરોપી સંજયભાઈ ઉર્ફે ભદુભાઈ કાળુભાઈ મનસુરીયા જાતે કોળી (૨૪) રહે. આરોગ્યનગર વાંકાનેર વાળો મળી આવ્યો હોય પોલીસે તેને પકડીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

છ બોટલ દારૂ

ટંકારા તાલુકાના સખપર ગામે રહેતા મનોજભાઈ રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ આત્રેસા જાતે કોળી (ઉંમર ૨૦) ના મકાન પાસે આવેલ વાડામાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ધૂળના ઢગલા પાસે પડેલ પ્લાસ્ટિકની થેલીમાંથી દારૂની છ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૨૪૦૦ ની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી મનોજભાઈ આત્રેસા (૨૦) રહે. સખપર વાળાની ધરપકડ કરેલ છે




Latest News