મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં હનીટ્રેપનું કાવતરું પાર પડે તે પહેલા પોલીસે મહિલા સહિત ચાર આરોપીને દબોચી લીધા


SHARE





મોરબી જીલ્લામાં હનીટ્રેપનું કાવતરું પાર પડે તે પહેલા પોલીસે મહિલા સહિત ચાર આરોપીને દબોચી લીધા

મોરબી જિલ્લાના હળવદ તાલુકાનાં જુના દેવળીયા ગામે રહેતા યુવાનને કાર લોન માટે મહિલા અવાર-નવાર ફોન કરતી હતી અને ત્યાર બાદ તેને હનીટ્રેપમાં ફસાવવા માટેનું કાવતરું કરવામાં આવ્યું હતું અને યુવાનને ફોન કરીને દસ લાખ રૂપિયાની માંગણી કરી હતી જેથી કરીને યુવાને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આ ગુનામાં અગાઉ બે આરોપીને પકડવામાં આવ્યા હતા ત્યાર બાદ પોલીસે એક મહિલા સહિત વધુ બે આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરી હતી

મોરબી સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં હનીટ્રેપના ઘણા કિસ્સા સામે આવે છે આવી જ રીતે મોરબી જિલ્લાના હળવદ તાલુકાનાં જુના દેવળીયા ગામે રહેતા કૃણાલભાઇ વિનોદભાઇ અઘારા જાતે પટેલ (૨૪)ને હનીટ્રેપમાં ફ્સાવવા માટેનો કારસો રચવામાં આવ્યો હતો અને ત્યારે એક મહિલા દ્વારા રાજકોટ દ્વારકેશ ઓટોલીંક નામની ફાયનાન્સ પેઢીમાંથી લોન માટે ફોન કરવામાં આવતા હતા અને ત્યાર બાદ શ્યામ રબારી નામના કોઈ શખ્સે તેના ફોન ઉપર ફોન કરીને કહ્યું હતું કે મારી પત્ની સાથે કેમ વાત કરે છે તેવું કહીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ઘરેથી ઉપાડી જઇ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી ત્યારે બાદ યુવાન પાસેથી સમાધાન માટે દસ લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી
 

આ યુવાનને પહેલા મહિલાએ સામેથી ફોન કર્યો ત્યાર બાદ તેનો પતિ હોવાનું કહીને એક શખ્સે ધમકીઓ આપી હતી અને પછી જયદીપસિંહ મહેન્દ્રસિંહ જાડેજા અને રવીભાઇ દીલીપભાઇ ખટાણાએ શ્યામ રબારી સાથે સમાધાનની વાત કરીને રૂપીયા દસ લાખ આપવાના હતા તે અમે આપી દીધા છે તેવી કહીને યુવાન પાસેથી દસ લાખ રૂપિયાની માંગણી કરી હતી જેથી ફરિયાદી યુવાને પોતાનો મોબાઇલ ફોન બંધ કરી દીધો હતો જેથી કરીને જયદીપસિંહ મહેન્દ્રસિંહ જાડેજા તેમજ રવીભાઇ દીલીપભાઇ ખટાણાએ ફરિયાદીના પિતાના મોબાઇલ ફોન પર ફોન કરી તમારા દિકરાનુ સમાધાન કરાવેલ છે તેના દસ લાખ રૂપિયા તમારે આપવા પડશે નહીતર તમારા દિકરાને ઘરેથી ઉપાડી જઇ મારી નાંખશુ તેવી ધમકી આપી હતી અને બાદમાં જેતપર ગામે આવેલ તેની દુકાને પણ પહોચ્યા હતા જેથી યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી તેના આધારે પોલીસે જયદીપસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, રવીભાઇ દીલીપભાઇ ખટાણા, મયુર ગોવિંદભાઇ ખટાણા અને બિનલબેન દોશીની ધરપકડ કરવામાં આવી છે

વર્તમાન સમયમાં લોકોને અવાર નવાર મહિલાના જુદીજુદી સ્કીમો આપવાની વાતો કરીને ફોન ઉપર ફોન આવતા હોય છે ત્યાર બાદ યેનકેન પ્રકારે લોકોને હનીટ્રેપમાં ફસાવીને તેની પાસેથી રૂપિયા પડાવવામાં આવતા હોય છે આવો જ ઘાટ મોરબીમાં પણ આ ગેંગ દ્વારા યુવાન સામે ઊભો કરવામાં આવ્યો હતો જો કે,  સમયસર ફરિયાદ કરવામાં આવી હતી અને પોલીસે પણ તાત્કાલિક રિસ્પોન્સ આપ્યો હોવાથી હાલમાં મહિલા સહિતના આરોપીઓ પકડાઈ ગયેલ છે જેથી કરીને મોરબીના ડીવાયએસપી પી.એ. ઝાલાએ મોરબી જિલ્લાના લોકોને બિન જરૂરી કોલમાં રિપ્લાઈ ન આપવા માટે અપીલ કરેલ છે 




Latest News