મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

મોરબીના રંગપર ગામે એસપીની અધ્યક્ષતામાં યોજાયો વ્યાજખોરી સંદર્ભે લોક દરબાર, ફરિયાદ કર્યા બાદ કોઈ કન્નડશે નહીં તેવી પોલીસની ખાત્રી


SHARE





મોરબીના રંગપર ગામે એસપીની અધ્યક્ષતામાં યોજાયો વ્યાજખોરી સંદર્ભે લોક દરબાર, ફરિયાદ કર્યા બાદ કોઈ કન્નડશે નહીં તેવી પોલીસની ખાત્રી

મોરબી તાલુકાના રંગપર ગામે પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની અધ્યક્ષતામાં લોક દરબાર યોજી ગામ લોકોને વ્યાજખોરોના ચક્રમા ન ફસાવા અંગે સમજ કરીને સરકારની વિવિધ યોજનાઓ તેમજ સસ્તી લોન અંગે બેંક સંબંધી જરૂરી માહિતીથી લોકોને વાકેફ કરવામાં આવ્યા હતા અને જો કોઈ વ્યક્તિ વ્યાજખોરોના ચક્રમાં ફસાયેલ હોય તો નિર્ભિક બની પોલીસનો સંપર્ક કરવા સમજ કરવામાં આવી હતી. લોકદરબારમાં ડીવાયએસપી ઝાલા, પીઆઇ વાળા, પ્રો.પીઆઇ સોલંકી તેમજ આશરે ૧૫૦ જેટલા આગેવાનો તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા.ગામના સરપંચ મેધરાજસિહ નરભેસિંહ, ઉપ સરપંચ મહેન્દ્રસિંહ દિલુભા ઝાલા, બચુભા વેરૂભા, ધનશ્યામસિંહ સજુભા ઝાલા (નારાયણ સેવા સંસ્થાન પ્રમુખ-મોરબી તથા ગ્રાહક સુરક્ષા પ્રતિનિધિ), લાલજી મહેતા ગ્રાહક સુરક્ષા પ્રમુખ વતી રામભાઇ મહેતા હાજર રહ્યા હતા. તલાટી કમ મંત્રી તથા અન્ય ગામના સરપંચ તથા ગામના ૧૫૦ જેટલા આગેવાનો હાજર રહ્યા હતા તથા એસપી, ડીવાયએસપી તથા પીઆઇ સહીતની પોલીસ ટીમે હાજર રહીને વ્યાજખોરોની સામે હિંમતપૂર્વક બહાર આવવા અને રાજ્ય સરકાર દ્વારા જે આ મુહીમ ચલાવવામાં આવી છે તેમાં સહકાર આપવા અપીલ કરી હતી વ્યાજખોરોને કોઈપણ કાળે છોડવામાં નહીં આવે તેવી ખાત્રી અને ફરિયાદ કર્યા બાદ કોઈ કનડશે નહીં તેવી ખાત્રી પણ પોલીસ વિભાગ દ્વારા લોકોને આપવામાં આવી હતી.




Latest News