દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા
Breaking news
Morbi Today

મોરબીના શુક્રવારે સહકારી અગ્રણીઓનું સંમેલન યોજાશે


SHARE









મોરબીના શુક્રવારે સહકારી અગ્રણીઓનું સંમેલન યોજાશે

મોરબી સહકાર ભારતીની શાખા દ્વારા સહકાર ભારતીના સ્થાપના દિવસની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અને તા ૧૨ જાન્યુ.થી ૨૦ જાન્યુઆરી સુધી સહકાર સપ્તાહનું આયોજન કરવામાં આવે છે ત્યારે આગામી ૨૦ જાન્યુઆરીના રોજ મોરબી જિલ્લાના સહકારી અગ્રણીઓનું સંમેલન રાખવામા આવ્યું છે


મોરબીમાં જે સંમેલન યોજવાનું છે તે ૨૦ જાન્યુઆરીને શુક્રવારના રોજ સવારે ૯ કલાકે ધન્વંતરિ ભવન કાયાજી પ્લોટના ખાતે યોજાશે જેમાં ડો. જે.એસ. ભાડેશિયા (સંઘ સંચાલક પશ્ચિમ ક્ષેત્ર)ના હસ્તે દિપ પ્રાગટ્ય કરવામાં આવશે. તેમજ મુખ્ય મહેમાન તરીકે મોરબી-માળીયના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા હાજર રહેવાના છે ત્યારે સહકાર ભારતી પરિવારની બુકલેટનું વિમોચન કરશે. આ ઉપરાંત અતિથિ વિશેષ તરીકે માર્કેટિંગ યાર્ડ મોરબીના વાઇસ ચેરમેન મગનભાઈ વડાવીયા, કેશવ કો.ઓ.ક્રેડિટ સોસાયટીના ચેરમેન ડી.એમ. બાવરવા, સહકાર ભારતી મોરબીના પૂર્વ પ્રમુખ અનિલભાઈ મહેતા અને રાજકોટ નાગરિક બેંકના ચેરમેન દિપકભાઈ બકરાણીયા હાજર રહેવાના છે ત્યારે મોરબી જિલ્લાના સહકારી ક્ષેત્રે જે તે સહકારી બેંક મંડળી સેવા સહકારી ક્ષેત્રે જે તે સંસ્થાના પ્રમુખ, પ્રતિનિધિ અથવા સભ્યો કે હોદ્દેદારો અને સહકાર ભારતીના તમામ કાર્યકરો હાજર રહેશે તેવું પ્રમુખ ડો. બી.કે. લહેરૂએ જણાવ્યુ છે

કેન્સર નિદાન કેમ્પ યોજાશે

મોરબીના નવા ડેલા રોડ ઉપર આવેલ ડી.સી. મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી ખાતે સ્વ. વસંતભાઈ પારેખ, ચંપાબેન પારેખ, અંજનાબેન અને ભારતીબેનના સ્મરણાર્થે નીતિનભાઈ પારેખ અને ડો. પરિમલ પારેખ તરફથી તા. ૨૧ને શનિવારે સાંજે ૪ થી ૭ અને તા. ૨૨ ને રવિવારે સવારે ૯ થી ૧૨ વાગ્યા સુધી વિનામૂલ્યે કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં મુંબઈના કેન્સર નિષ્ણાંત ડો.વિક્રમ સંઘવી કેન્સરના દર્દીઓને વિનામૂલ્યે તપાસીને યોગ્ય માર્ગદર્શન આપશે. જેથી કરીને આ કેમ્પનો લાભ લેવા માટે સંસ્થા મેનેજીંગ ટ્રસ્ટી ભાવેશભાઈ શાહે કહ્યું છે




Latest News