મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં દારૂના દૂષણને ડામવા માટે પોલીસે ડ્રોન કેમેરા ઉડાવ્યા: દારૂના ધંધાર્થીઓમાં ફફડાટ


SHARE





મોરબી જીલ્લામાં દારૂના દૂષણને ડામવા માટે પોલીસે ડ્રોન કેમેરા ઉડાવ્યા: દારૂના ધંધાર્થીઓમાં ફફડાટ

મોરબી જીલ્લામાં ચોક્કસ વિસ્તારોમાં દારૂનું દૂષણ કાયમી ઘર કરી કરી ગયેલ છે ત્યારે આ દૂષણને ડામવા માટે પોલીસે કાવાયત શરૂ કરી છે જેના ભાગ રૂપે પોલીસે આધુનિક ટેકનૉલોજિનો ઉપયોગ કરીને ડ્રોન કેમેરાથી માળીયા મિયાણા તાલુકાનાં નવાગામ વિસ્તારમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી પડેલ છે

મોરબી જિલ્લામાં જુદાજુદા વિસ્તારમાં દેશી દારૂનું ઉત્પાદન ગૃહ ઉદ્યોગની જેમ કરવામાં આવી રહ્યું છે ત્યારે દારૂબંધીની કડક અમલવારી માટેનો રસ્તો પોલીસે શોધી કાઢ્યો છે અને હવે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને પોલીસે બુટલેગરો અને દારૂના ધંધાર્થીઓને પકડવા માટેનું આયોજન કર્યું છે જેના ભાગરૂપે જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીના આદેશ અનુસાર માળીયા મિયાણા તાલુકાનાં નવાગામમાં દેશી દારૂના હાટડાને શોધવા માટે પોલીસે ડ્રોન કેમેરાનો ઉપયોગ કર્યો હતો અને ૮ જેટલા જુદી જુદી પોલીસ અધિકારીઓ અને ૬૦ જવાનો સાથેની ટીમ એકીસાથે ગામમાં પહોચી હતી અને તપાસ શરૂ કરવામાં આવી હતી ત્યારે ચાર દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લીધી હતી. અને બુટલેગર મહેબૂબ ઈશાભાઈ મિયાણા, ગફુર ઇશાભાઈ જામ અને રશિદાબેન અબ્દુલભાઈ જામ ની ધરપકડ કરેલ છે અને અબ્દુલભાઈ ઉર્ફે પોપો અહેમદભાઈ જામ તેમજ જુમાંભાઈ હૈદરભાઈ જામ હાજર ન હોવાથી તેની સામે ગુના નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે આ કામગીરી દરમ્યાન પોલીસે ૧૩૫૦ લીટર આથો કબ્જે કરેલ છે 




Latest News