હળવદના ટીકર ગામે યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો, ગંભીર ઈજા પામેલ યુવાન અમદાવાદ સારવાર માટે ખસેડાયો માળીયા (મી)ની ઓનેસ્ટ ચેકપોસ્ટ પાસેથી ચોરખાનામાં 96 બોટલ દારૂ ભરેલ સેન્ટ્રો કાર સાથે એક ઝડપાયો, 2.16 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના ભલગામ નજીક હોટલ પાસેથી શંકાસ્પદ હાલતમાં 29,000 લીટર જ્વલંતશીલ પ્રવાહીનો જથ્થો ઝડપાયો, 48.33 લાખના મુદ્દામાલ સાથે પાંચ શખ્સ પકડાયા સરકાર દરમ્યાનગીરી કરીને મોરબીમાં એક જ ભાવે નેચરલ ગેસ આપે તો જ બંધ પડેલા સિરામિકના કારખાના ધમધમશે: પ્રમુખ મનોજભાઇ એરવાડીયા મોરબીના ન્યુ પેલેસમાં આગ લગતા ત્રણ રૂમમાં મૂકવામાં આવેલ એન્ટિક ફર્નિચર સહિતની વસ્તુઓ બળીને ખાખ મોરબીના રફાળેશ્વર નજીકથી ટ્રક પલટી મારી જતાં ઇજા પામેલા ડ્રાઈવરનું મોત: મોરબીમાં ઘર પાસેથી બાઈકની ચોરી માળીયા (મી)ના કાજરડા ગામે ઈંડા-મુરઘીની દુકાન ધરાવતા યુવાન ઉપર 4 શખ્સોએ કર્યો છરી-ધોકા વડે હુમલો મોરબી શહેર-તાલુકામાં બે રેડમાં દારૂની 58 બોટલ ઝડપાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં એક માસ અગાઉ નોંધાયેલ ૩૦ ટકા વ્યાજ ઉઘરાવી યુવાનને પટા-ઢીકાપાટુનો માર મારનાર બે પૈકી એક પકડાયો


SHARE











મોરબીમાં એક માસ અગાઉ નોંધાયેલ ૩૦ ટકા વ્યાજ ઉઘરાવી યુવાનને પટા-ઢીકાપાટુનો માર મારનાર બે પૈકી એક પકડાયો

મોરબીના યુવાનને વ્યાજખોરોને તોતિંગ વ્યાજ અને મુદ્દલની રકમ પરત આપી દીધી હતી છતાં પણ યુવાન પાસેથી પઠાણી ઉઘરાણી કરીને તેને શનાળા રોડ ઉપર આવેલ મોમ્સ હોટલની પાછળના ભાગમાં પટ્ટા વડે તેમજ ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો તેમજ છરી બતાવીને મારી નાખવાનો ભય બતાવવામાં આવ્યો હતો જેથી ભોગ બનેલા યુવાન દ્વારા બે વ્યાજખોરોની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક માસ પહેલા ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેમા પોલીસે એક આરોપીને પકડી બીજાને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મોરબીના રવાપર રોડ નરસંગ ટેકરી મંદિરની પાછળની ભાગમાં મેઘાણીની વાડીમાં રહેતા નીતિનભાઈ ભગવાનજીભાઈ ડાભી જાતે સતવારા (ઉમર ૩૦) એ જેતે સમયે વિમલભાઈ નટુભાઈ પરમાર રહે.ઘુનડા રોડ ન્યુ એરા સ્કૂલની સામે બુટાની વાડી તેમજ ભોલાભાઈ જારીયા રહે.રવાપર વાળાની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી જણાવ્યું હતુ કે તેણે અલગ અલગ સમયે આ બંને શખ્સ પાસેથી વ્યાજે પૈસા લીધા હતા અને વ્યાજે લીધેલ પૈસાનું ઊંચું વ્યાજ ચૂકવીને વ્યાજની રકમ તેમજ મુદલ રકમ બંને આરોપીઓને પરત આપી દીધી હતી તેમ છતાં પણ આરોપીઓએ તેની પાસેથી વધુ પૈસા પડાવવા માટે થઈને બળજબરી પૂર્વક પઠાણી ઉઘરાણી કરી હતી અને મોરબીના શનાળા રોડ ઉપર આવેલ મોમ્સ હોટલની પાછળના ભાગમાં વિમલભાઈ પરમારે નિતીનભાઇને ઢીકાપાટુનો માર માર્યો હતો અને ભોલુ જારીયાએ ફરિયાદી યુવાનના ગળા ઉપર છરી રાખીને ભય બતાવીને પટ્ટા વડે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.ઉપરોક્ત બનાવની સંદર્ભે હાલમાં એ ડિવિઝનના ડિ સ્ટાફ પીએસઆઇ કે.એચ.ભોચીયા તથા રાઇટર કિશોરભાઈ મિયાત્રા દ્વારા વિમલ નટવર પરમાર જાતે સતવારા (ઉમર ૨૪) રહે બુટાણી વાડી રવાપર ગુંડલા રોડ મોરબી વાળા ની ધરપકડ કરેલ છે અને આ ગુનામાં હજુ ભોળાભાઈ જારીયા નામનો શખ નાસ્તો કરતો હોય તેને શોધી કાઢવા માટે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઈજા

વાંકાનેરના કુંભારપરા વિસ્તારમાં રહેતો રાહીલ હાસમભાઇ કુરેશી નામનો ૩૩ વર્ષનો યુવાન જીવાપર રોડ ઉપર આવેલ એચડીએફસી બેન્ક પાછળથી બાઇક લઈને જતો હતો ત્યારે ત્યાં તેનું બાઇપ સ્લીપ થઇ જતા તેને ઇજા થવાથી રાહીલને અહીંની શિવમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.બનાવ સંદર્ભે હાલમાં બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર તપાસ ચલાવી રહ્યા છે.જ્યારે મોરબીના વાવડી રોડ માધાપરા શેરી નંબર-૧૭ માં રહેતા દિલુભા ગોવિંદભા ગઢવી નામના ૬૮ વર્ષના વૃદ્ધને વાવડી રોડ ઉપર વાહન અકસ્માતના બનાવમાં ઇજા થતા સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. તેમજ મોરબીના કંડલા બાયપાસ ઉપર આવેલ આંબાવાડી વિસ્તારમાં રહેતો મનસુખભાઈ કરસનભાઈ પરમાર નામનો ૪૫ વર્ષનો યુવાન બાયપાસ ઉપર આવેલ કીર્તિ પંપ પાસેથી બાઈક લઈને જતો હતો દરમિયાનમાં તેનું બાઇક ત્યાં પલ્ટી મારી જવાથી અકસ્માત બનાવ બન્યો હતો જેમાં ઇજા પામેલ મનસુખ કરસનભાઈ પરમાર નામના યુવાનને અત્રે ડો.હેમલ પટેલ હોસ્પિટલએ સારવાર માટે ખસેડાયો હતો હાલમાં એ ડિવિઝન પોલીસ દ્વારા ઉપરોક્ત બનાવની નોંધ કરી આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News