મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર વાહન અકસ્માતમાં ઘવાયેલ યુવાન રાજકોટ ખસેડાયો


SHARE





મોરબી-વાંકાનેર હાઇવે ઉપર વાહન અકસ્માતમાં ઘવાયેલ યુવાન રાજકોટ ખસેડાયો

મોરબીના સામાકાંઠે વાંકાનેર હાઇવે ઉપર લખધીરપુર રોડના નાકા પાસે આવેલ રીજન્ટા હોટલ પાસેથી રોડ ક્રોસ કરી રહેલ મૂળ શ્રીનગરના વતની બસારતભાઈ અહમદભાઈ ભટ્ટી નામના ૪૫ વર્ષના યુવાનને અજાણ્યા બાઈક ચાલકે હડફેટે લીધો હતો જેથી કરીને ઈજા પામેલ બસારતભાઈ ભટ્ટીને અત્રેની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા (જોકે અહીં સિવિલમાં ટ્રોમા સેન્ટરનો અભાવ હોય રાબેતા મુજબ) પ્રાથમિક સારવાર આપીને બસારતભાઇની હાલત નાજુક જણાતા રાબેતા મુજબ રાજકોટ રીફર કરવામાં આવ્યા હતા બનાવને પગલે હાલમાં બી ડિવિઝન પોલીસ મથકના અશોકભાઈ સારદિયા દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.જ્યારે મોરબીના સામાકાંઠે ભડીયાદ કાંટા પાસે આવેલ કૈલાસ જીવન સોસાયટીમાં રહેતા રવિસિંહ બચુસિંહ પરમાર નામના ૨૨ વર્ષના યુવાનને બેઠા પુલ નજીક મણીમંદિર પાસે બાઈક સ્લીપ થઈ જવાના બનેલ બનાવમાં ઈજાઓ થતા સારવાર માટે સિવિલે ખસેડાયો હતો અને હળવદના રણમલપુર ગામના પુરીબેન રામજીભાઈ પટેલ નામના ૫૫ વર્ષીય આધેડ મહિલા પગપાળા જતા હતા ત્યારે અજાણ્યા બાઇક ચાલકે તેમને હડફેટ લેતા પગના ભાગે ફેક્ચર જેવી ઇજાઓ સાથે તેઓને શહેરના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા.

કાર પલ્ટી જતા બેને ઇજા

મોરબીના જેઇલ રોડ ઉપર આવેલ વાંકાનેર દરવાજા પાસે રહેતો પરિવાર કારમાં વાંકાનેર બાજુથી ચોટીલા બાજુ જતો હતો ત્યારે વાંકાનેર ચોકડી નજીક તેઓની કાર અકસ્માતે પલ્ટી મારી ગઈ હતી તે બનાવમાં મોરબીના વાંકાનેર દરવાજા જેઇલ ચોક નજીક રહેતા નૌસાદ ઉસ્માનભાઈ કારાણી (ઉમર ૨૪) તેમજ માહીબેન મોહમ્મદરફીક મેમણ (ઉમર ૧૪) ને ઇજાઓ પહોંચતા બંનેને અહીંની ખાનગી હોસ્પિટલે સારવારમાં ખસેડાયા હતા.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના લીલાપર રોડ ઉપર જગસીની વાડીમાં રહેતો અશોક વશરામભાઈ ડાભી નામનો ૩૪ વર્ષનો યુવાન બાઈક લઈને મોરબીના કેનાલ રોડ ઉપરથી જતો હતો ત્યારે લાડલી પાર્ટી પ્લોટની સામેના ભાગે તેના બાઇકને અજાણ્યા કાર ચાલકે પાછળથી હડફેટ લેતા અશોકભાઈ ડાભી બાઇક સહિત નીચે પટકાયો હતો જેથી કરીને ઇજાઓ થતા તેને સારવાર માટે ખસેડાયો હોય પોલીસે બનાવની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.




Latest News