મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

મોરબીમાં હિતમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વર્ગીય માતાના સ્મરણાર્થે ૧૫૦ થી વધુ સુવર્ણ પ્રાસન કેમ્પ યોજવાનો નિર્ધાર કરાયો


SHARE





મોરબીમાં હિતમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વર્ગીય માતાના સ્મરણાર્થે ૧૫૦ થી વધુ સુવર્ણ પ્રાસન કેમ્પ યોજવાનો નિર્ધાર કરાયો

મોરબીના સ્વ. ઉષાબેન રવિચંદ જેસ્વાણીના સ્મરણાર્થે મોરબીમાં જુદીજુદી ૧૧ જગ્યાઓએ નિઃશુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પસ યોજાયા હતા.હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટ અને એનઆઇએમએ મોરબી દ્વારા સ્વ.ઉષાબેન રવિચંદ જેસ્વાણીના સ્મરણાર્થે મોરબીમાં ૧૧ જેટલા નિઃશુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ.હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી અને સહમંત્રી સાગર રવિચંદ જેસ્વાણીએ યાદીમાં જણાવેલ છેકે મોરબીના ભવિષ્યરૂપ નવી પેઢીના બાળકોને વધુ સક્ષમ બનાવવા આ કેમ્પસનું આયોજન કરવામાં આવેલ જેમાં એક હજારથી વધુ બાળકોને નિઃશુલ્ક સુવર્ણપ્રાશનના ટીપા પીવડાવવામાં આવેલ.આગામી ૪ અને ૫ ફેબ્રુઆરીનાં પુષ્ય નક્ષત્રના દિવસે ફરીથી ૧૨ કે તેથી વધુ "નિઃશુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પસ"નું આયોજન કરેલ છે.૨૦૨૩ માં ૧૫૦ થી વધુ "નિઃશુલ્ક સુવર્ણપ્રાશન કેમ્પસ" ના આયોજન કરવાનું ટ્રસ્ટે નક્કી કરેલ છે.




Latest News