મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

માળીયા (મી)ના સુલ્તાનપુર ગામે રહેતા યુવાન પાસેથી પઠાણી વ્યાજની ઉઘરાણી કરનારા બે સામે ફરિયાદ: એકની ધરપકડ


SHARE





માળીયા (મી)ના સુલ્તાનપુર ગામે રહેતા યુવાન પાસેથી પઠાણી વ્યાજની ઉઘરાણી કરનારા બે સામે ફરિયાદ: એકની ધરપકડ

માળીયા (મી) તાલુકાના સુલતાનપુર ગામે રહેતા યુવાને હાલમાં બે શખ્સોની સામે વ્યાજની પઠાણી ઉઘરાણી કરતાં હોવાની અને બળજબરીથી તેનું ટ્રેક્ટર લઈ ગયા હોવાની ફરિયાદ નોંધાવી છે તેમજ આરોપીઓ દ્વારા તેને ધાક ધમકીઓ આપવામાં આવતી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે બંને વ્યાજખોરની સામે માળિયાની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને એક આરોપીની ધરપકડ કરેલ છે અને બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

માળીયા મીયાણા તાલુકાના સુલતાનપુર ગામે રહેતા ભુપતભાઈ ભગવાનજીભાઈ દસડીયા જાતે પટેલ (૪૬) એ હાલમાં માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અમુભાઈ પ્રભાતભાઈ રાઠોડ તથા દેવીસિંહ પ્રતાપસિંહ ગઢવી રહે. મોરબીવાળાની સામે વ્યાજ બાબતની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે અમુભાઈ પાસેથી તેણે માસિક પાંચ ટકા લેખે અઢી લાખ રૂપિયા લીધા હતા અને દેવીસિંહ પાસેથી તેણે પાંચ ટકા લેખે દોઢ લાખ રૂપિયા લીધા હતા અને આરોપી અમુભાઇએ તેની પાસેથી બે કોરા ચેકમાં સહી કરાવી હતી તેમજ દેવીસિંહને તેનું માલિકીનું ટ્રેકટર બળજબરીથી લઈ લીધું છે તથા વ્યાજની પઠાણી ઉઘરાણી કરી રહ્યા છે અને ગાળો આપીને ધાક ધમકી આપી રહ્યા છે જેથી કરીને યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે વ્યાજખોરોની સામે ગુનો નોંધીને હાલમાં અમુભાઈ પ્રભાતભાઈ રાઠોડની ધરપકડ કરેલ છે અને દેવીસિંહ પ્રતાપસિંહ ગઢવીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News