મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

વાંકાનેરના નવાપરા પાસે અકસ્માત સર્જીને યુવાનનું મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો


SHARE





વાંકાનેરના નવાપરા પાસે અકસ્માત સર્જીને યુવાનનું મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો

વાંકાનેર મોરબી હાઇવે ઉપર આવેલ નવાપરા પાસે ટ્રક ચાલકે બાઈકને લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને બાઈક ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું જે બનાવવામાં હાલમાં મૃતકના બનેવીએ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં લખધીરપુર રોડ ઉપર શિવાજી ગોડાઉનમાં રહેતો અને મજૂરી કામ કરતો વિષ્ણુભાઈ નંદુભાઈ કતીજા જાતે આદિવાસી (૧૯) પોતાના પત્નીને વાંકાનેર બાઉન્ડ્રી ખાતે મુકવા માટે ગયો હતો અને ત્યાંથી પરત મોરબી બાજુ આવી રહ્યો હતો ત્યારે તેના બાઈક નં. જીજે ૩૬ દૂ ૦૨૯૯ ને વાંકાનેર મોરબી હાઇવે ઉપર આવેલ નવાપરા પાસે ટ્રક નં. જીજે ૨૫ યુ ૨૮૪૫ ના ચાલકે હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતો બનાવ બન્યો હતો અને તેમાં વિષ્ણુભાઈને ગંભીર ઈજા થઈ હોવાથી વાંકાનેરમાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા અને સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી કરીને હાલમાં મૃતકના બનેવી નાનાલાલ છગનલાલ ભુરીયા જાતે આદિવાસી (૨૦) રહે. હાલ ખખાણા તાલુકો વાંકાનેર વાળાએ ટ્રક ચાલકની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વીજ શૉટ લાગ્યો

મોરબી તાલુકાના ખાખરાળા ગામે રહેતા અને મજૂરી કામ કરતા પારુલબેન જયંતીભાઈ ભીલ (૩૦) નામની મહિલા વાડીએ હતી ત્યારે ત્યાં તે મોબાઇલમાં ચાર્જર લગાવવા જતા સમયે ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી કરીને મહિલાને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના મકનસર ગામે રહેતા નયનાબેન જેઠાભાઈ કટારીયા (૨૫) રિક્ષામાં બેસીને મોરબીના લાલપર ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે લાલપર ગામ નજીક આવેલ ઓનેસ્ટ હોટલ પાસે રીક્ષા પલટી મારી ગઈ હતી જેથી રિક્ષામાં બેઠેલા નયનાબેન કટારીયાને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે




Latest News