મોરબીનો મચ્છુ 2 ડેમ છલકાતા મેયર, ધારાસભ્ય, કલેકટર અને કમિશનરે નવા નીરના કર્યા વધામણાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર-મોરબી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી જગન્નાથજીની રીટર્ન રથયાત્રા ઉજવણી કરી મોરબીના શનાળા નજીક મેડીકલ કોલેજ સામે સ્કુટરને કાર ચાલકે હડફેટે લેતા ત્રણ મહિલા સારવારમાં વાંકાનેરની શિક્ષિકાને પતિ સહિતના સાસરીયાઓનો ત્રાસ વાત્સલ્ય અને કરુણાની મહેક : મેંગોપીપલ પરીવારના 'પ્રોજેક્ટ મુસ્કાન'નો ૯ મા વર્ષમાં મંગલ પ્રવેશ શારીરિક સ્વચ્છતાની સાચી સમજણ સાથે નિઃશુલ્ક સેનેટરી પેડ્સનું વિતરણ કરાયું વાંકાનેર પંથકમાં મેઘરાજાની આક્રમક બેટીંગ : 4.5 ઈંચ પાણી પડી જતા અનેક વિસ્તારો જળબંબાકારવાંકાનેર પંથકમાં મેઘરાજાની આક્રમક બેટીંગ : 4.5 ઈંચ પાણી પડી જતા અનેક વિસ્તારો જળબંબાકાર વાંકાનેરના મક્તાનપર પાસે ખાણમાં ભરેલ પાણીના ખાડામાં પડવાથી યુવાનનું મોત: મોરબીના જીવાપર ગામની સીમમાં કારખાનાના ક્વાર્ટરમાં પરિણીતાએ કર્યો આપઘાત મોરબી જિલ્લામાં સર્વત્ર વરસાદ: વાંકાનેરમાં 7, મોરબીમાં 4.5, માળિયામાં 4 ઇંચ તથા ટંકારા અને હળવદમાં 2-2 ઇંચ
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડે સરદારના સ્ટેચ્યુ પાસે ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત


SHARE







 

મોરબીના શનાળા રોડે સરદારના સ્ટેચ્યુ પાસે ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત

મોરબી શહેરના રોડ ઉપર કન્યા છાત્રાલય પાસે આવેલ કૃષ્ણ પાર્કમાં રહેતો યુવાન પોતાનું બાઈક લઈને મોરબીના સનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેન્ડ પાસે સરદારના સ્ટેચ્યુ પાસેથી પસાર થતો હતો ત્યારે ટ્રક ચાલકે તેના બાઇકને લીધું હતું જેથી કરીને યુવાનને ગંભીર ઈજા થયેલ હતી અને તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના ભાઈએ ટ્રકચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના રવાપર ઘૂનડા રોડ ઉપર શ્રીજી ટાવર બ્લોક નં. ૨૦૨ માં રહેતા વિનોદભાઈ દેવરાજભાઈ ફેફર જાતે પટેલ (૪૦) એ હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ટ્રક નં. જીજે ૨૫ પી ૫૪૪૩ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે, મોરબીના સનાળા રોડ ઉપર કન્યા છાત્રાલય પાસે કૃષ્ણ પાર્કમાં રહેતા તેના ભાઈ કિશોરભાઈ દેવરાજભાઈ ફેફર જાતે પટેલ (૪૨) પોતાનું બાઈક નં જીજે ૧૮ સીડી ૫૫૨૩ લઈને ઘરેથી સરદાર બાગ શાક માર્કેટ બાજુ જતા હતા ત્યારે નવા બસ સ્ટેન્ડ નજીક સરદારના સ્ટેચ્યુ પાસે ટ્રક ચાલકે પાછળથી તેના બાઇકને હડફેટે લીધું હતું જેથી કરીને ફરિયાદીના ભાઈને શરીરે અને માથામાં ગંભીર ઇજા થયેલ હતી અને તેનું મોત નીપજયું હતું હાલમાં અકસ્માત મૃત્યુના આ બનાવમાં મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને ટ્રક ચાલકને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

અકસ્માતમાં ઇજા
મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ ચંદ્રેશનગરમાં રહેતા ભટાસણા માણેકબેન કાનજીભાઈ (૭૦) નામના વૃદ્ધા પોતાના દીકરાના બાઈકમાં પાછળના ભાગમાં બેસીને ઘર પાસેથી જતાં હતા ત્યારે બાઈકમાંથી તેઓ અકસ્માતે પડી ગયા હતા જેથી કરીને વૃદ્ધાને ફ્રેકચર જેવી ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

અકસ્માતમાં ઇજા
મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ચિત્રકૂટ સોસાયટીમાં માધવ હિલની પાછળના ભાગમાં રહેતા પ્રભાબેન ભીખાભાઈ છત્રોલા (૫૫) નામના આધેડ મહિલા બાઇકમાં પાછળના ભાગે બેસીને જતા હતા ત્યારે ત્યાં તેઓના ઘર પાસે અકસ્માતે તેઓ બાઈકમાંથી નીચે પડી ગયા હતા જેથી પ્રભાબેનને ઈજા થયેલ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માતના બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે

અકસ્માતમાં ઇજા
મોરબીના સનાળા રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે આવેલ ક્રોમાના શોરૂમ સામે રસ્તા ઉપરથી રાજકોટનો રહેવાસી મનીષકુમાર જયપ્રકાશ દેવલપીર (૨૧) નામનો યુવાન બાઇક લઈને પસાર થતો હતો ત્યારે અકસ્માતે તેનું બાઈક ત્યાં સ્લીપ થઈ ગયું હતું જેથી અકસ્માતનો બનાવ બનેલ હતો અને આ બનાવના મનીષકુમારને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી






Latest News