મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી મહિલા ગુમ, શોધખોળ ચાલુ મોરબી મનપા વર્ષ ૨૦૨૫ માં અસ્તિત્વમાં આવી તો ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકો પાસેથી વર્ષ ૨૦૧૫થી ટેક્સની ઉઘરાણી કેમ: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબી સિવિલ હોસ્પિટલમાં બંધ મશીનો-લિફ્ટને તાત્કાલિક ચાલુ કરવા કલેકટર સ્વપ્નિલ ખરેનો આદેશ મોરબીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનની તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજાઇ આત્મનિર્ભર ભારત: મોરબી સહિત ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે પરિવર્તનનો નવો સૂર્યોદય લાવતી પ્રાકૃતિક ખેતી મોરબી-રાજપર ગામે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ૧૫ દિવસીય નિઃશુલ્ક સમર યોગ કેમ્પ યોજાયો મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૦૦ દર્દીઓએ લાભ લીધો મોરબીમાંથી ઝડપાયેલ 1.992 કિલો ગાંજો-11.37 ગ્રામ હાઇબ્રીડ ગાંજાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત આધેડ સારવારમાં


SHARE











મોરબીના શનાળા રોડે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત આધેડ સારવારમાં

મોરબીમાં સનાળા રોડ ઉપર જીઆઇડીસીના નાકા પાસે બાઇકને કાર ચાલકે પાછળથી ઠોકર મારી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બનેલ હતો જેથી કરીને આધેડને ઇજા થયેલ હોવાથી તેને સારવારમાં લઈને ગયા હતા અને સારવાર લીધા બાદ હાલમાં આધેડે કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સનાળા બાયપાસ રોડ ઉપર એસ્સારના પેટ્રોલ પંપની પાછળના ભાગમાં રહેતા રમેશભાઈ સોમાભાઈ સિંધવ જાતે સરાણીયા (૫૧) એ હાલમાં કાર નંબર જીજે ૩૬ બી ૮૪૪૪ ના ચાલક સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, સનાળા રોડ ઉપર જીઆઇડીસીના નાકા પાસેથી તેઓ પોતાનું બાઈક નંબર જીજે ૩૬ એડી ૫૦૯૨ લઈને જતા હતા ત્યારે કાર ચાલકે તેના બાઈકને પાછળના ભાગે ઠોકર મારી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં રમેશભાઈ સિંધવ રોડ ઉપર નીચે પટકાયા હતા જેથી તેને હાથે, પગે અને ઘૂંટણના ભાગે ઇજાઓ થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત હાલતમાં તેને મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ રમેશભાઈએ કારચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે શરૂ કરેલ છે

અકસ્માતમાં ઇજા
મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ ગામ પાસે કૃષ્ણનગર ખાતે રહેતો યુવાન રમેશભાઈ દેવરાજ ભીલ (૩૩) પોતાના બાઈકમાં તેના પત્ની રીટાબેન રમેશભાઈ ભીલ (૩૩), દીકરી લાભુ રમેશભાઈ ભીલ (૧૩) અને દીકરો જગમલ રમેશભાઈ ભિલ (૧૧) ને બેસાડીને પસાર થતો હતો ત્યારે કૃષ્ણનગર ગામ પાસે અકસ્માતે બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને દંપતિ સહિત ચારેયને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

ઝેરી જનાવર કરડી ગયું
હળવદ તાલુકાના ઈશ્વરનગર ગામે ચંદુભાઈ મોતીભાઈની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા નાનજીભાઈ ભાવસિંગભાઈ નાયક (૪૧) નામના યુવાનને વાડીએ હતો ત્યારે ઝેરી જનાવર કરડી જતા તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની સ્થાનિક પોલીસને જાણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે






Latest News