મોરબી જીલ્લામાં નકલી વિદેશી દારૂ બનાવવાના ગુનામાં પકડાયેલા 5 આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર મોરબી મહાનગરપાલિકા કાલે બાળકોને હવાલે: મેયર-ડેપ્યુટી મેયર સહિતની જવાબદારી બાળકો જ સંભાળશે મોરબીમાં પર્યુષણ પર્વ ઉપર કતલખાના બંધ રાખવા અને માંસ-મટન વિગેરેનું વેચાણ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં અપમૃત્યુના 3 બનાવ: નર્મદાની કેનાલમાં જુદીજુદી જગ્યાએ ડૂબી જવાથી બે યુવાન અને છાતીમાં દુખાવો ઉપડયા બાદ એક યુવાનનું મોત હળવદમાં પોસ્ટના બચત ખાતામાં મોબાઈલ નંબર અપડેટ કરવા માટે દીકરીની ખોટી સહી કરનાર માતા સામે ગુનો નોંધાયો હળવદના ટીકર ગામે ઘરમાં અને મોરબીમાં જાહેરમાં જુગારની 2 રેડમાં કુલ 6 આરોપી પકડાયા મોરબીના સરતાનપર રોડ ઉપર ટ્રક ચાલકે બાઇકને લેતા ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સોનીની દુકાનની દીવાલમાં બાકોરૂ ઉપાડીને તસ્કરે 17.24 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના તથા ભંગારની કરી ચોર
Breaking news
Morbi Today

મોરબી પાલિકામાં અધિકારી, પદાધિકારી અને સભ્યોને બધા વહીવટ બંધ કરવા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની ટકોર


SHARE





મોરબી પાલિકામાં અધિકારી, પદાધિકારી અને સભ્યોને બધા વહીવટ બંધ કરવા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની ટકોર

મોરબી નગરપાલિકામાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં પદાધિકારીઓ, સભ્યો અને અધિકારીઓની મીટીંગ રાખવામાં આવી હતી અને તેમાં ખાસ કરીને મોરબી પાલિકાના છેલ્લા બે વર્ષોના કામકાજના લેખા જોખા અધિકારીઓ અને ચૂંટાયેલા સભ્યો પાસેથી ધારાસભ્ય દ્વારા મેળવવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓએ પાલિકાના અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ સભ્યોને બધા જ વહીવટ બંધ કરીને લોકોના કામમાં ધ્યાન આપવા માટેની ટકોર કરી હતી અને આગામી સમયમાં મોરબી પાલિકામાં આવક વધે તેના માટે થઈને વેરા ઉપર વ્યાજ માફીની સ્કીમ અમલમાં મુકવા માટેની પણ ચર્ચા કરવામાં આવી હતી

મોરબી નગરપાલિકાની છેલ્લી ચૂંટણી બાદ સ્પષ્ટ બહુમતી સાથે ભાજપ પાલિકામાં સત્તાના કેન્દ્ર સ્થાન ઉપર છે તેમ છતાં પણ મોરબીના લોકોની પ્રાથમિક સુવિધાઓમાં કોઈ સુધારો વધારો ન થયો હોય તેવું હાલમાં જોવા મળી રહ્યું છે અને ખાસ કરીને લોકોને લાઈટ, પાણી, રોડ, રસ્તા સહિતની ફરિયાદો કરવી પડે ત્યારબાદ લોકોના કામ થતા હોય તેવું જોવા મળી રહ્યું છે ત્યારે મોરબી માળિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં મોરબી નગરપાલિકાના સભાખંડમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી પાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર એન.કે. મુછાર, મોરબી પાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા સહિતના જુદી જુદી કમિટીના ચેરમેનો અને ચૂંટાયેલા સભ્યો તેમજ જુદા જુદા વિભાગના અધિકારી, પદાધિકારી અને કર્મચારીઓ હાજર રહ્યા હતા

ત્યારે ખાસ કરીને છેલ્લા બે વર્ષની અંદર મોરબી શહેરીમાં લોકોની સુખાકારીમાં વધારો થાય તેના માટે થઈને જે કામગીરી કરવામાં આવી છે તેની તેનો હિસાબ કાંતિભાઈ અમૃતિયા દ્વારા ચૂંટાયેલા સભ્યો તેમજ પાલિકાના અધિકારી અને કર્મચારી પાસેથી મેળવવામાં આવ્યો હતો અને ત્યારે તેઓએ ટૂંકમાં ઘણું કહેતા એક જ ટકોર કરી હતી કે “બધાએ વહીવટ બંધ કરી દેવાના છે અને લોકોના સુખાકારીના કામમાં ધ્યાન આપવાનું છે” આટલું જ નહીં પરંતુ ખોટા બિનજરૂરી ખર્ચાઓમાં ઘટાડો કરવા માટે પણ કાંતિભાઈ અમૃતિયા દ્વારા ચૂંટાયેલા સભ્યો, પદાધિકારીઓને અને અધિકારીઓને ટકોર કરવામાં આવી હતી તેની સાથોસાથ મોરબી નગરપાલિકામાં સ્વભંડોળ તળિયે પહોંચી ગયું છે જેથી કરીને મોરબી નગરપાલિકાની આવક વધારવા માટે થઈને શું કરી શકાય તેના માટેની ચર્ચાઓ કરવામાં આવી હતી તેમાં ખાસ કરીને હાલમાં માર્ચ મહિનો નજીક આવી રહ્યો છે ત્યારે લોકોને વ્યાજ માફીની સ્કીમ આપવામાં આવે તો લોકો વ્યાજ માફીનો લાભ લેવા માટે થઈને મિલકત વેરા પાલિકાની તિજોરીમાં જમા કરાવે તો પાલિકાની આવકમાં વધારો થાય તેવી શક્યતાઓ છે

તેમજ જુના મોરબીમાં ગટરને સિરામિકથી મઢવા માટેની કામગીરી કરવામાં આવે, મોરબી શહેરને સારી રીતે સાફ રાખવામાં આવે અને જેટલી પણ લાઈટો બંધ હોય તેને ચાલુ કરવામાં આવે તેવું પણ કાંતિભાઈએ કહ્યું હતું અને આ તકે રોશની વિભાગના અધિકારી કર્મચારી પાસેથી છેલ્લે જે કરોડો રૂપિયાના ખર્ચે લાઈટની ખરીદી કરવામાં આવેલ છે તેનો હિસાબ માગવામાં આવ્યો હતો ત્યારે નવી લાઈટો ફીટ કરવામાં આવી પરંતુ જૂની લાઈટો જે કાઢવામાં આવી તે ક્યાં ગઈ એવો સવાલ ધારાસભ્યએ કર્યો હતો ત્યારે અધિકારીએ એવું જણાવ્યું હતું કે “મારી પાસે જૂની લાઈટો જમા કરાવવામાં આવી નથી ! અને નવી લાઈટો જે આવી હતી તે વોર્ડના ચૂંટાયેલા સભ્યો અને ચેરમેનો લઈ ગયા હતા જેથી જૂની લાઈટોનો હિસાબ મળશે કે કેમ તે પણ એક સૌથી મોટો પ્રશ્ન છે




Latest News