માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

ટંકારાના વીરપર ગામે પાડોશીઓ વચ્ચે છરી સાથે ઝઘડામાં મહિલા સહિત ચારથી વધુને ઇજા


SHARE













ટંકારાના વીરપર ગામે પાડોશીઓ વચ્ચે છરી સાથે ઝઘડામાં મહિલા સહિત ચારથી વધુને ઇજા

ટંકારા તાલુકાના વીરપર ગામે બે પરિવાર વચ્ચે કોઈ કારણોસર ઝઘડો ચાલી રહ્યો હતો ત્યારે ત્યાં પોતાના દીકરાને ઇજા ન થાય તે માટે તેને લેવા ગયેલ યુવાનના પગમાં પિંડીના ભાગે છરીનો ઘા કરતા છરી આરપાર થઈ ગઈ હતી અને મહિલા સહિત બીજા ત્રણ વ્યક્તિઓને ઇજાઓ થયેલ છે જેથી કરીને તમામને સારવાર માટે મોરબી લઈને આવ્યા છે અને હાલમાં પોલીસે ફરિયાદ લેવા માટેની તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના વીરપર ગામે સંજયભાઈ રાજુભાઈ ઉઘરેજાના પિતા સાથે તેની પાડોશમાં રહેતા મેરૂભાઈ બચુભાઈ ઝઘડો કરી રહ્યા હતા ત્યારે સંજયભાઈ રાજુભાઈ ઉઘરેજા (૧૯) ત્યાં વચ્ચે પડતા તેને મારામારીમાં છરીનો ઘા મારી દીધો હતો જેથી તેને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા છે અને મારામારી સમયે દીકરાને વાગી ન જાય તે માટે ત્યાં દીકરાને લેવા ગયેલા ઇનુસભાઈ ગાજીભાઈ બાંભણિયા (૪૦)ને પગમાં પિડીના ભાગે છરીનો ઘા ઝીકતા છરી આર પાર નીકળી ગઈ હતી જેથી તેને પણ સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા છે

જ્યારે સામા પક્ષેથી મેરૂભાઈ બચુભાઈ અને તેના પત્ની ગીતાબેનને ઇજાઓ થઇ હોવાથી તે બંને ઇજાગ્રસ્તોને મોરબી શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈને આવ્યા છે અને મારા મારીના આ બનાવ સંદર્ભે પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના મેરૂભાઈ રોજાસરા દ્વારા કરવામાં આવી હતી અને હાલમાં ટંકારા તાલુકા પોલીસ દ્વારા ફરિયાદ લેવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી છે

મહિલાને તેના પતિએ માર માર્યો

હળવદ તાલુકાના ઢવાણા ગામે રહેતા શીતલબેન ગોકળભાઈ મુછડીયા (૨૦) નામની પરણીતાને તેના પતિ દ્વારા મારવામાં આવ્યો હતો જેથી ઈજા પામેલ શીતલબેનને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેથી આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની પ્રાથમિક નોંધ કરીને આગળની તપાસ માટે હળવદ તાલુકા પોલીસને બનાવની જાણ કરવા માટે કવાયત શરૂ કરી છે

અકસ્માતમાં ઇજા

મોરબી નજીકના લીલાપર રોડ ઉપર રહેતા ભીખાભાઈ મફતભાઈ સાકરીયા (૬૨) મોરબીના લીલાપર રોડ ઉપરથી પોતાનું બાઈક લઈને પસાર થતા હતા ત્યારે લીલાપર ગામના ગેટ પાસે તેનું બાઈક કોઈ કારણોસર સ્લીપ થઈ ગયું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં ભીખાભાઈને ઇજાઑ થઈ હોવાથી તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

મોરબીની લીલાપર ચોકડી પાસે આવેલ પેપર મિલમાં રહેતો સોનું માલાભાઈ કટારા (૨૫) નામનો યુવાનને મોરબીના ગેસ્ટ હાઉસ રોડ ઉપર આવેલ ખાટકીવાસ પાસે હતો ત્યારે વાહન અકસ્માતના બનાવમાં તેને ઇજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત હાલતમાં તે યુવાનને સારવાર માટે મોરબીની સદભાવના હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News