લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાનાં આપદા મિત્રોએ  ગોધરા ખાતે  તાલીમ લીધી


SHARE





મોરબી જિલ્લાનાં આપદા મિત્રોએ  ગોધરા ખાતે  તાલીમ લીધી

કેન્દ્ર સરકાર NDMA (નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી) દ્વારા વિવિધ રાજ્યોમાં અપસ્કેલિંગ આપદા મિત્રપ્રોજેક્ટ ચલાવવામાં આવી રહ્યો છે. ગુજરાત રાજ્યમાં આ  પ્રોજેક્ટ GSDMA (ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી) દ્વારા ૧૭ જિલ્લામાં અમલમાં મૂકવામાં આવ્યો છે તે જિલ્લા પૈકી મોરબી જિલ્લો પણ એક છે. જે અન્વયે મોરબી જિલ્લામાં ૧૨ દિવસની બીજી બેચની તાલીમ તારીખ ૨૩/૦૧/૨૦૨૩ થી ૩/૦૨/૨૦૨૩ દરમિયાન યોજાઈ હતી. આ તાલીમમાં અગાઉના વર્ષના ૬૨, હાલના વર્ષની પહેલી બેચમાં ૨૫ અને બીજી બેચમાં ૨૩ એમ કુલ ૧૧૦ આપદા મિત્રોએ તાલીમ લીધી. આ પ્રોજેક્ટ હેઠળ મોરબી જિલ્લામાંથી હોમગાર્ડ, GRD, NSS, NCC મળીને આ વર્ષે કુલ ૪૮ કેડિટસએ ગોધરા ખાતે તાલીમ લીધી હતી. ગુજરાત રાજ્ય અંદર ગોધરા જિલ્લામાં SDRF ગ્રુપ-૫, ગોધરા દ્વારા તાલીમ કેન્દ્ર કાર્યરત છે. ગોધરા જિલ્લામાં આપત્તિજનક પરિસ્થિતિઓનો સામનો કરવા માટે ખાસ આપદા મિત્ર તૈયાર કરવામાં આવે છે. જે અન્વયે પ્રાથમિક સારવારમાં આગ સલામતી, શોધ અને બચાવ કામગીરી, પૂર, ભૂકંપ, ચક્રવાત, તમામ આપત્તિ અંગેની તાલીમ તમામ વિદ્યાર્થીઓને આપવામાં આવી છે અને આપત્તિની અસરને કેવી રીતે ઓછી કરવી તે પણ શીખવવામાં આવ્યું છે. આ તાલીમ હેઠળ તાલીમાર્થીઓને તાલીમ માટે ખાસ તાલીમ કિટ સાથે રોજનાં ૧૦૦ એમ કુલ ૧૨ દિવસનાં ૧૨૦૦ રૂપિયા ભથ્થુ આપવામાં આવે છે. તેમજ આ તાલીમ માટે કોઇ પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી.




Latest News