લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

રાજ્યમાં વ્યાજબી ભાવનાં પરવાનેદારોએ પડતર પ્રશ્નોને ઉકેલવા બનાવ્યું ત્રીજા સંગઠ્ઠન


SHARE





રાજ્યમાં વ્યાજબી ભાવનાં પરવાનેદારોએ પડતર પ્રશ્નોને ઉકેલવા બનાવ્યું ત્રીજા સંગઠ્ઠન

રાજ્યમાં વ્યાજબી ભાવનાં પરવાનેદારોએ ત્રીજા સંગઠ્ઠનનું રણશીંગું ફૂક્યું છે અને વર્તમાન સંગઠ્ઠનો નોંધપાત્ર પરીણામ નહીં મેળવી શક્તા આ નિર્ણય લેવામાં આવ્યો છે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે રાજ્યના વ્યાજબી ભાવના પરવાનેદારોની બેઠક યોજાયેલ હતી અને તેમાં રાજ્યભરમાંથી જીલ્લા અને તાલુકાનાં અગ્રણીઓ ઉપસ્થિત રહેલ હતા જેમાં મોરબી જિલ્લાના જુદાજુદા તાલુકામાંથી પણ ઘણા પરવાનેદારો જોડાયા હતા અને પરવાનેદારોનાં વિવિધ પ્રશ્ર્નો અંગે ચર્ચા વિચારણાઓ થયેલ હતી ત્યારે ખાસ કરીને પોષણક્ષમ કમીશન, કોરોના મૃતકના પરિવારને આર્થિક સહાય, ડબલ ફિંગર પ્રિન્ટ, સર્વર ડાઉન, ઘટ મજરે લેવા, પરવાનેદારોની વારસાઇની પેન્ડીંગ ફાઇલ સહિતના વિવિધ પ્રશ્ર્નો અંગે વર્તમાન સંગઠ્ઠનો કોઇ નોંધપાત્ર પરિણામ મેળવી શક્યા નથી તેનો  વિરોધ વ્યક્ત થયેલો હતો અને નવા સંગઠ્ઠનની રચના કરી તેઓનાં વિવિધ પ્રશ્ર્ને સરકારમાં નવું સંગઠ્ઠન રજૂઆત સાથે કાર્યરત થશે તેવો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવેલ છે અને રાજ્યમાં વ્યાજબી ભાવનાં પરવાનેદારોએ સર્વાનુમતે ત્રીજા સંગઠ્ઠન બનાવ્યું છે અને તેમાં પરવાનેદાર આગેવાનોએ શંખનાદ સાથે વફાદારી અને સંપૂર્ણ નિષ્ઠા પૂર્વક સાથે રહેવાના શપથ લીધા હતા




Latest News