મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ-સ્કાય મલ્ટિપ્લેક્સ દ્વારા વડીલો-યુવાનો માટે ગુજરાતી ફિલ્મનો શો યોજાયો હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો મોરબીના વોર્ડ નં 4-6 માં વિઝિબલ કલીનલિનેસ અંતર્ગત સ્થળ નિરીક્ષણ કરતાં ડેપ્યુટી મેયર મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં સરકાર અને અદાણી વિરુદ્ધ કિન્નરો અને મહિલાઓએ લીધા છાજીયા મોરબી જિલ્લા પંચાયત ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં જિલ્લા-તાલુકાનાં પદાધિકારીઓ-સભ્યોની ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાએ લીધી એલ.ઈ. કોલેજની મુલાકાત મોરબીમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને મવડાની વિકાસ યોજના માટે સ્ટેક હોલ્ડર બેઠક યોજાઈ અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું
Breaking news
Morbi Today

મોરબીની નવયુગ મહિલા સાયન્સ કોલેજની ચાર વિદ્યાર્થીનીઓએ જિલ્લામાં સર્વોચ્ચ સ્થાન મેળવ્યુ


SHARE







મોરબીની નવયુગ મહિલા સાયન્સ કોલેજની ચાર વિદ્યાર્થીનીઓએ જિલ્લામાં સર્વોચ્ચ સ્થાન મેળવ્યુ

રિઝલ્ટનો રાજા ગણાતી મોરબીની નવયુગ સંકુલના વિદ્યાર્થીઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બીએસસીના પરીણામમાં ઉચ્ચ સફળતા મેળવી છે જેમા તમામ સેમેસ્ટરમાં ટોપર માત્ર નવયુગના જ છે.તેમા બીએસસી સેમ-૧ ના રિઝલ્ટમાં મોરબી જિલ્લાના ટોપ ૪ માં તમામ સ્થાન ઉપર નવયુગ મહિલા સાયન્સ કોલેજના સ્ટુડન્ટ્સે બાજી મારેલ છે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તાજેતરમાં જાહેર થયેલ બીએસસી સેમ-૧ ના રિઝલ્ટમાં નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થિનીઓએ મોરબી જિલ્લામાં સર્વોચ્ચ રીઝલ્ટ પ્રાપ્ત કરતાં પ્રથમ ૪ સ્થાન મેળવ્યા છે.

મોરબી જિલ્લા પ્રથમ માલવત કૌશરે ૯૧.૨૭ ટકા, દ્વિતીય સ્થાને ચૌહાણ વૈશાલીએ ૯૦.૩૬ ટકા, તૃતીય સ્થાને પાનેસરા પ્રિયાંશીએ ૮૯.૦૯ ટકા, ચતુર્થ સ્થાને બાવરવા પાયલએ ૮૭.૪૫ ટકા મેળવીને ઉત્તરોત્તર શ્રેષ્ઠ રિઝલ્ટ મેળવવાની નવયુગની પરંપરાને જાળવી રાખી છે.અત્રે ઉલ્લેખનીય છે કે ૧૨ સાયન્સમાં ગુજરાતી માધ્યમમાં ભણતા છાત્રો માટે બીએસસીમાં અંગ્રેજી માધ્યમ ક્ઠીન સાબિત થતું હોય છે પણ નવયુગમાં વિષયને સમજાવવાની સુગમ શૈલી અને અથાગ મહેનતથી ધાર્યુ પરિણામ મેળવી શકાય છે.આ સાથે નવયુવ બીએસસીના દરેક સેમેસ્ટરમાં જિલ્લામાં ટોચનો નંબર પ્રાપ્ત કરતી એકમાત્ર કોલેજ નવયુગ છે.સર્વશ્રેષ્ઠ રિઝલ્ટ લાવવા બદલ સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયા અને પ્રિન્સિપાલ ડૉ.વરૂણ ભીલાએ સ્ટૂડન્ટ્સ અને સ્ટાફને અભિનંદન પાઠવ્યા છે.






Latest News