મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

મોરબી પાલિકાને બચાવવા જનરલ બોર્ડમાં રજૂ થયેલ બંને જવાબમાં ઓરિયો ઘોરીયો સસ્પેન્ડેડ ચીફ ઓફિસર ઉપર !


SHARE















મોરબી પાલિકાને બચાવવા જનરલ બોર્ડમાં રજૂ થયેલ બંને જવાબમાં ઓરિયો ઘોરીયો સસ્પેન્ડેડ ચીફ ઓફિસર ઉપર !

જુલતો પુલ તૂટી પડ્યો ત્યાર બાદ પાલિકા સામે પ્રશ્નો ઊભા થયા છે અને પાલિકાને સુપરસીડ કરવા શા માટે ના કરવી તેવી કારણદર્શક નોટિસ આપવામાં આવી છે તેનો જવાબ આપવા માટે આજે પાલિકામાં જનરલ બોર્ડની બેઠક મળી હતી જેમાં પાલિકાના પ્રમુખ દ્વારા એક જવાબ આપવામાં આવ્યો છે અને બીજો જવાબ પાલિકાના ૪૨ સભ્યો દ્વારા તૈયાર કરીને બોર્ડમાં આપવામાં આવેલ છે જેને સરકારમાં મોકલાવવામાં આવશે જો કે, બંને જવાબમાં એરણ ઉપર પાલિકાના સસ્પેન્ડેડ ચીફ ઓફિસર આવતા હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે

મોરબી નગરપાલિકા હસ્તકનો જુલતો પુલ ઓરેવા ગ્રુપને સંચાલન કરવા માટે આપ્યો હતો અને તે જુલતો પુલ તૂટી પડવાના કારણે ૧૩૫ લોકોના મોત નિપજયા હતા જે બાબતે હાલમાં હાઇકોર્ટમાં સુઓમોટો અને જાહેરહિતની અરજીની સુનવણીઓ ચાલી રહી છે અને આ ગુનામાં ઓરેવા ગ્રુપના જયસુખભાઈ પટેલ સહિતના ૧૦ આરોપીઓને પકડીને મોરબીની સબ જેલમાં છે તેવામાં પાલિકાને સુપરસીડ શા માટે ન કરવી તે બાબતની કારણદર્શક નોટિસ શહેરી વિકાસ વિભાગ દ્વારા આપવામાં આવી હતી જેનો જવાબ આપવા માટે મોરબી પાલિકામાં આજે જનરલ બોર્ડની બેઠક બોલાવવામાં આવી હતી જેમાં એક  સભ્યનો રજા રિપોર્ટ આવ્યો હતો અને બાકીના સભ્યો હાજર રહ્યા હતા ત્યારે ગત માર્ચ માહિનામાં જે બજેટ બોર્ડની બેઠક મળી હતી તેના પ્રોસિડિંગને ૮ સભ્યોએ મંજૂર કર્યું હતું અને ૩૯ સભ્યોએ તે એજન્ડા પેન્ડિંગ રાખવાની તરફેણમાં મતદાન કર્યું હતું ત્યાર બાદ ત્યારબાદ સરકાર દ્વારા જે નોટિસ આવેલ છે તેના જવાબ માટેનો એજન્ડા લેવામાં આવ્યો હતો જેમાં પ્રમુખ દ્વારા આપવામાં આવનારા જવાબની સાથે સાત સભ્યો રહ્યા હતા બાકીના ૪૨ સભ્યો દ્વારા પોતાનો અલગ જવાબ રજૂ કરવામાં આવ્યો છે

શહેરી વિકાસ વિભાગ દ્વારા જે કારણદર્શક નોટિસ આપવામાં આવી છે તેનો મોરબી પાલિકાને ૧૬ મી તારીખ સુધી જવાબ આપવાનો હતો જેથી તાત્કાલિક બોર્ડની બેઠક બોલાવવામાં આવી હતી અને તેમાં પાલિકાના પ્રમુખ દ્વારા ઓરેવા સાથે એગ્રીમેન્ટ ચીફ ઓફિસર દ્વારા કરવામાં આવ્યું છે અને તેના રાજકામમાં પદાધિકારીઓની સહી છે જો કે, પાલિકાના કોઈ સભ્યો આમાં દોષોત નથી જેથી કરીને પાલિકાને સુપરસીડ ન કરવામાં આવે તેવો જવાબ પાલિકાના પ્રમુખે તૈયાર કર્યો છે તેની સાથે પાલિકાના આ બોર્ડમાં હાજર રહેલા કુલ સભ્યોમાંથી ૭ સભ્યો હાજર રહ્યા હતા અને આ જવાબ સરકારમાં મોકલાવવામાં આવશે તેની સાથે બોર્ડમાં બેઠેલા અન્ય ૪૨ સભ્યો દ્વારા તેનો  અલગથી જવાબ આપવામાં આવ્યો છે જેમાં તેને જણાવ્યુ છે કે, પાલિકાના અધિનિયમ મુજબ ૧૦ વર્ષ કરતાં પહેલા કોઈ મિલકત ભાડે આપવાની હોય તો બોર્ડની મંજૂરી તેમજ સરકારની મંજૂરી જરૂરી છે જો કે, આ કામ માટે બોર્ડ કે સરકાર કોઇની મંજૂર ન હતી તેમજ સીટના રિપોર્ટમાં પાલિકા દોષિત છે તેવું કોઈ જગ્યાએ સામે આવ્યું નથી જેથી આ પાલિકાને સુપરસીડ ન કરવી જોઈએ

અત્રે ઉલેખનીય છે કે, પાલિકાએ લોકોના કામ માટે નહીં પરંતુ પગ નીચે રેલો આવ્યા બાદ છેલ્લા એક જ માહિનામાં બે વખત તાબડતોબ પાલિકામાં જનરલ બોર્ડની બેઠેક બોલાવી છે અને હાલમાં ૧૬ મી તારીખ સુધીમાં જનરલ બોર્ડના ઠરાવ સ્વરૂપે નગરપાલિકાનો ફાઇનલ જવાબ આપવા માટે શહેરી વિકાસ વિભાગ તરફથી કહેવામા આવ્યું હતું જેથી કરીને આજે મળેલ બોર્ડની બેઠકમાં પાલિકાના પ્રમુખનો જવાબ તેમજ ૪૨ સભ્યો દ્વારા આપવામાં આવેલ જવાબ મિનિટ બુકમાં નોંધ સાથે લઈ લેવામાં આવેલ છે અને તે જવાબને હવે શહેરી વિકાસ વિભાગમાં મોકલી આપવામાં આવશે આજના બોર્ડમાં પાલિકાએ વેરા માફીના ઠરાવને પણ સર્વાનુમતે મંજૂર કરેલ છે






Latest News