લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી : મહાશિવરાત્રીના મેળા નિમિત્તે રાજકોટ-જૂનાગઢ વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે


SHARE





મોરબી : મહાશિવરાત્રીના મેળા નિમિત્તે રાજકોટ-જૂનાગઢ વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે
 

જૂનાગઢમાં દર વર્ષે મહાશિવરાત્રી મેળાનું આયોજન કરવામાં આવે છે.આ મહાશિવરાત્રી મેળામાં જતા મુસાફરોની સુવિધા માટે રેલ્વે પ્રશાસન દ્વારા રાજકોટ-જૂનાગઢ વચ્ચે એક સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે અને ઘણી ટ્રેનોમાં વધારાના કોચ લગાવવામાં આવશે જેની વિગતોમાં રાજકોટ-જૂનાગઢ-રાજકોટ મેળા સ્પેશિયલ ટ્રેન રાજકોટ-જૂનાગઢ વચ્ચે “મેળા સ્પેશિયલ ટ્રેન” દોડશે જે તા.૧૫-૨ થી તા.૨૧-૨ સુધી દોડશે. (તા.૧૬-૨ અને તા.૨૦-૨ સિવાય) દોડશે. ઉપરોક્ત દિવસોમાં આ સ્પેશિયલ ટ્રેન રાજકોટથી સવારે ૧૦:૪૦ કલાકે ઉપડી જૂનાગઢ સ્ટેશને બપોરે ૧૨.૪૫ કલાકે પહોંચશે.તેવી જ રીતે આ ટ્રેન જૂનાગઢથી ૧૫:૩૦ કલાકે ઉપડશે અને ૧૭:૫૫ એ રાજકોટ પહોંચશે.

આ ટ્રેન બંને દિશામાં વડાલ, ચોકી સોરઠ, જેતલસર, નવાગઢ, વીરપુર, ગોમટા, ગોંડલ, રીબડા, કોઠારિયા અને ભક્તિનગર સ્ટેશન પર ઉભી રહેશે.એકસ્ટ્રા કોચ ટ્રેન નં.૧૯૧૧૯/૧૯૧૨૦ સોમનાથ-અમદાવાદ-સોમનાથ એક્સપ્રેસ, ટ્રેન નં. ૦૯૫૧૩/૦૯૫૧૪ વેરાવળ-રાજકોટ-વેરાવળ સ્પેશિયલ, ટ્રેન નં. ૧૯૨૦૭/૧૯૨૦૮ પોરબંદર-સોમનાથ-પોરબંદર એક્સપ્રેસ અને ટ્રેન નં. ૦૯૫૨૨/૦૯૫૨૧ રાજકોટ-સોમનાથ-રાજકોટ પેસેન્જર સ્પેશિયલમાં વધારાના કોચ લગાડવામાં આવશે તેમ અધીકારીએ યાદીમાં જણાવેલ છે.




Latest News