હળવદના મિયાણી ગામે રેતીના વોશિંગ પ્લાન્ટની હોજમાં ડૂબી જવાથી માતા-પુત્રના મોત
મોરબી: ભાવી પત્ની સાથે ફોન ઉપર વાત દરમિયાન લાગી આવતા ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત
SHARE
મોરબી: ભાવી પત્ની સાથે ફોન ઉપર વાત દરમિયાન લાગી આવતા ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત
મોરબીના હળવદ તાલુકાના માથક ગામે રહેતા અને મજૂરીકામ કરતા પરિવારના યુવાને થોડા દિવસો પહેલા ઝેરી દવા પી લીધી હતી અને તેને સારવાર માટે મોરબી ખસેડાયો હતો જેનું સારવાર દરમિયાન મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.પોલીસમાંથી જાણવા મળતી વિગતો મુજબ જે યુવતી સાથે યુવાનની સગાઈ થઈ હતી તે યુવતી સાથે ફોન ઉપર વાત દરમિયાન કોઈ બાબતે બંને વચ્ચે તકરાર થઈ હતી અને તે બાબતનું મનોમન લાગી આવતા યુવાને ઉપરોક્ત પગલું ભરી લીધું હોવાનું હાલ પ્રાથમિક ધોરણે સામે આવેલ છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ તેમજ હળવદ પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ હળવદના માથક ગામે વાડી વિસ્તારમાં રહીને ખેત મજૂરીનું કામ કરતા પરિવારનો હરેશ ધરમભાઈ રાઠવા નામનો ૧૮ વર્ષનો યુવાન ગત તા.૮-૨ ના રોજ ઝેરી દવા પી ગયો હતો જેથી કરીને તેને હળવદ બાદ વધુ સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો અને અહીં સારવારમાં રહેલા હરેશ ધરમભાઈ રાઠવા નામના ૧૮ વર્ષના યુવાનનું ગત તા.૧૨-૨ ના ૧૧:૩૦ વાગ્યાના અરસામાં મોત નીપજ્યું હતું જેથી હોસ્પિટલ સુત્રો તરફથી જાણ કરાતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી અને તેમાં ખુલ્યુ હતું કે મૃતક હરેશ રાઠવાની બે મહિના પહેલા જ સગાઈ થઈ હતી અને જેની સાથે તેની સગાઈ થઈ હતી તે છોકરી સાથે ફોન ઉપર વાત કર્યા બાદ કોઈ બાબતે માઠુ લાગી આવ્યું હતું અને તેના લીધે તેણે ઝેરી દવા પી લીધી હતી અને સારવાર દરમિયાન હરેશનું મોત નીપજેલ છે.એ ડિવિઝન પોલીસ દ્વારા પ્રાથમિક તપાસના કાગળ તૈયાર કરીને હળવદ પોલીસ તરફ રવાના કરવામાં આવતા હળવદ પોલીસ મથકના રવિરાજસિંહ આ અંગે આગળની તપાસ ચલાવી રહ્યા હોવાનું જાણવા મળેલ છે.
મારા મારીમાં ઇજા
મોરબી શહેરના વાવડી રોડ ઉપર રહેતો રહેતા અને રીક્ષા ડ્રાઇવિંગનું કામ કરતા જગદીશભાઈ વાલજીભાઈ ગણપરા (૬૪) ને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી ઇજા પામેલા વૃદ્ધને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મારામારીના આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
ઝેરી દવા પીધી
ટંકારાના લક્ષ્મીનારાયણ નગરમાં રહેતા વિજયસિંહ પ્રતાપસિંહ પઢિયાર (૨૭)એ કોઈ કારણોસર પોતાની જાતે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે