લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાનની હત્યા કરનાર પ્રેમિકાના ભાઈની ધરપકડ


SHARE





મોરબીમાં યુવાનની હત્યા કરનાર પ્રેમિકાના ભાઈની ધરપકડ

મોરબીના સોઓરડી વિસ્તારમાં રહેતા યુવાનની ગળાટૂંપો આપીને હત્યા કરવામાં આવી હતી જેની મૃતક યુવાનની માતાએ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં મોરબી જિલ્લા એલસીબીની ટીમે આરોપીને પકડીને આરોપીને બી ડિવિઝન પોલીસને હવાલે સોપવા માટેની કાર્યવાહી કરેલ છે

મોરબીના સામાકાંઠે સોઓરડી વિસ્તારમાં ભગવતી લેથ વાળાના મકાનમાં ભાડે રહેતા ચેતનભાઇ રમેશભાઈ ચાવડાની તેના ઘોડા બાંધવા માટે વાડામાં ગળાટૂંપો આપીને હત્યા કરવામાં આવી હતી જેથી મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મૃતક યુવાનની માતા મધુબેન રમેશભાઇ મોતીભાઇ ચાવડામહેશભાઇ દેવજીભાઇ વણોલ જાતે અનુ.જાતી રહે. જવાહર સોસાયટી પાસે મફતીયા પરા મોરબી વાળાની સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં પોલીસે જે માહિતી આપી છે જેમાં જણાવ્યુ છે કે, આરોપી મહેશભાઇ દેવજીભાઇ વણોલની બહેન સાથે મૃતક ચેતન ચાવડાને પ્રેમસબંધ હતો જેને લઈને અગાઉ આરોપીએ તેની સાથે ઝઘડો પણ કર્યો હતો ત્યારે ચેતનને ઘોડો બંધવાના વાડે નહી આવવા માટે ધમકી આપી હતી અને ચેતન તા ૧૧/૨ ની મોડી રાત્રે વાડામાં આવ્યો હતો જે આરોપીને સારૂ નહી લાગતા તેને રાત્રીના સમયે ચેતન સૂતો હતો ત્યારે વાયર વડે ગળાટૂંપો આપીને હત્યા કરી નાખી હતી જેથી કરીને આ હત્યાના ગુનામાં મોરબી જિલ્લા એલસીબીની ટીમે આરોપી મહેશભાઇ દેવજીભાઇ વણોલની એલસીબીની ટીમે ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી માટે આરોપીને મોરબી બી ડિવિઝન પોલીસ હવાલે કરવામાં આવેલ છે 




Latest News