લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે ફ્લેટમાંથી દાગીના-રોકડ મળીને ૧.૭૦ લાખના મુદામાલની ચોરી


SHARE





મોરબીના રવાપર ગામે ફ્લેટમાંથી દાગીના-રોકડ મળીને ૧.૭૦ લાખના મુદામાલની ચોરી

મોરબી નજીકના રવાપર ગામે પ્રાથમિક શાળાની સામેના ભાગમાં આવેલ એપાર્ટમેન્ટમા ફ્લેટ બંધ હતો ત્યારે અજાણ્યા શખ્સ દ્વારા તેને નિશાન બનાવવામાં આવેલ છે અને ફ્લેટમાંથી સોનાની બંગડી, સોનાની માળા તેમજ રોકડા રૂપિયા મળીને કુલ ૧.૭૦ લાખની કિંમતના મુદ્દામાલની ચોરી કરવામાં આવી છે જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ જોડિયા તાલુકાના રસનાળ ગામના રહેવાસી અને હાલમાં મોરબી નજીકના રવાપર ગામે પ્રાથમિક શાળાની સામે ભૂમિ પેલેસ નામના એપાર્ટમેન્ટમાં સાતમાં માળે બ્લોક નં-૭૦૩ માં રહેતા કૈલાશભાઈ પ્રાગજીભાઈ જીવાણી જાતે પટેલ ૪૬) એ અજાણ્ય શખ્સની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, તેઓ પોતાના સંબંધીના ઘરે પોતાના પત્ની અને સંતાનો સાથે લગ્ન પ્રસંગમાં ગયા હતા અને તેનું ઘર બંધ હતું ત્યારે તેના ફ્લેટમાં પાછળના દરવાજેથી પ્રવેશ કરીને બાથરૂમની બારી તોડી રૂમ આવીને કબાટમાં રાખેલ સોનાની માળા, સોનાની બંગડી અને રોકડા રૂપિયા ૧૦૦૦૦ આમ કુલ મળીને ૧.૭૦ લાખ રૂપિયાની કિંમતના મુદામાલની અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલ યુવાન દ્વારા નોંધવામાં આવેલ ચોરીની ફરિયાદને ધ્યાને લઈને પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બે બોટલ દારૂ

મોરબીના હળવદ રોડ ઉપર આવેલ ઉંચી માટેલ ગામ નજીક સિરામિક કારખાના પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની બે બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૭૫૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને ખુમાનસંગ ભુપતભાઈ ડાભી જાતે રાજપૂત (૨૬) રહે. શિવપુર તાલુકો હળવદ વાળાની ધરપકડ કરેલ છે




Latest News