માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસે અજાણ્યા વાહને હડફેટે લેતા અજાણ્યા યુવાનનું મોત
માળીયા (મી) નજીક ટ્રક કન્ટેનરના ચાલકે બાઇકને હડફેટે લઈને વૃદ્ધના પગ ઉપર તોતિંગ વ્હીલ ફેરવી દીધું
SHARE
માળીયા (મી) નજીક ટ્રક કન્ટેનરના ચાલકે બાઇકને હડફેટે લઈને વૃદ્ધના પગ ઉપર તોતિંગ વ્હીલ ફેરવી દીધું
મોરબી કચ્છ હાઇવે ઉપર ઓનેસ્ટ હોટલ પાસે આવેલ અંજીયાસર ગામ તરફ જવાના રસ્તા નજીક ટ્રક કન્ટેનર ચાલકે બાઇકને પાછળથી ઠોકર મારી હતી જેથી કરીને પિતા પુત્ર રસ્તા ઉપર નીચે પટકાયા હતા અને ત્યારે પિતાના પગ ઉપરથી ટ્રક કન્ટેનરનું ટાયર ફરી જતા તેને ગંભીર ઇજા થઈ હતી જેથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ ઇજા પામેલ વૃદ્ધના દીકરાએ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક કન્ટેનરના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળીયા મીયાણામાં એસબીઆઇ બેન્કની સામેના ભાગમાં રહેતા હાજીભાઈ સોકતભાઈ ભટ્ટી જાતે મિયાણા (૪૧) એ હાલમાં ટ્રક કન્ટેનર નંબર જીજે ૧૨ એઝેડ ૮૪૪૮ ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેમણે જણાવ્યું છે કે હાજીભાઈ તેના પિતા સોકતભાઈને તેના બાઇક નં જીજે ૩૬ કયું ૦૪૧૦ ઉપર બેસાડીને માળિયા કચ્છ હાઇવે ઉપર આવેલ ઓનેસ્ટ હોટલ પાસેથી અંજીયાસર ગામ તરફ જવાના રસ્તા ઉપરની કટ પાસેથી પસાર થતા હતા ત્યારે તેના બાઈકને ટ્રક કન્ટેનર ચાલકે પાછળથી હડફેટે લીધું હતું જેથી હાજીભાઈ અને સોકતભાઈ બંને રસ્તા ઉપર નીચે પટકાયા હતા અને ત્યારે સોકતભાઈના ડાબા પગના પંજા ઉપરથી ટ્રક ચાલકે તેનું ટાયર ફેરવી દીધું હતું જેથી સોકતભાઈને પગમાં ફ્રેક્ચર જેવી ઈજા થઈ હોવાથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને હાલમાં હાજીભાઈએ નોંધાવેલ ફરિયાદારે પોલીસે ટ્રક કન્ટેનરના ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
અકસ્માતમાં ઇજા
મોરબી નજીકના નાનીવાવડી ગામે રહેતા મીનાબેન હરેશભાઈ સનારીયા (૪૭) બાઈકમાં પાછળના ભાગે બેસીને પોતાના ઘર પાસેથી જતાં હતા ત્યારે ઘર નજીક બાઈક સ્લીપ થઈ જતા મીનાબેન રસ્તા ઉપર નીચે પટકાયા હતા જેથી કરીને તેઓને ઈજા થતાં તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે
ઝેરી દવા
સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાના કાનપર ગામે રહેતો અશ્વિન ચતુરભાઈ વાઘેલા (૨૨) નામનો યુવાન કોઇ કારણોસર ઘરે ઝેરી દવા પી ગયો હતો જેથી તેને બેભાન હાલતમાં મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈને આવ્યા છે અને આ બનાવની હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે