લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

ગુજરાતમાં નવા મંત્રીઓ-ચેરમેન તથા ડીરેકટરોની નિમણુક થાય તો લોકોના કામો ઝડપથી થાય : પી.પી.જોષી


SHARE





ગુજરાતમાં નવા મંત્રીઓ-ચેરમેન તથા ડીરેકટરોની નિમણુક થાય તો લોકોના કામો ઝડપથી થાય : પી.પી.જોષી

મોરબીના જાગૃત નાગરિક અને અહીંના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના પૂર્વ સલાહકાર પી.પી.જોશી દ્વારા રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યના પ્રદેશ ભાજપ પ્રમુખને પત્ર લખીને માંગ કરવામાં આવેલ છે કે જો ગુજરાતના મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવે અને નવા મંત્રીઓની તેમજ તે ઉપરાંત ચેરમેનો અને ડિરેક્ટરોની નિમણૂંક કરવામાં આવે તો લોકોના કામ ખૂબ ઝડપથી થઈ શકે તેમ છે અને પ્રજાને પડતી હાડમારી નિવારી શકાય તેમ છે માટે નવા મંત્રીઓ તેમજ ચેરમેનો અને ડિરેક્ટરોની નિમણૂંક કરવી જોઈએ.

તેઓએ કરેલ રજૂઆતમાં તેઓએ જણાવેલ છે કે હાલમાં ગુજરાતમાં મંત્રી મંડળનુ કદ ધણુ જ નાનુ છે આજે એક મંત્રી પાસે ત્રણથી ચાર ખાતાઓ આપવામાં આવેલ છે જેથી અરજદારોના કામો સમયસર થતા નથી અને લોકોને ગાંધીનગરના ધક્કા થાય છે.જો નવા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવે તો પ્રજાના પ્રશ્નોનો તુરંત નિકાલ થઈ શકે તેમ છે આજે જે મંત્રીઓ છે જેમને ખાતા આપવામાં આવેલ છે તેઓ રાત્રીના આઠ વાગ્યા સુધી કામ કરે છે અને તે પણ થાકી જાય છે છતા કામ ચાલુ રાખે જ છે.પરંતુ જો રાજય કક્ષાના મંત્રીઓની નિમણુંકો કરવામાં આવે તો હાલના મંત્રીઓનું કાર્યભારણ ઘટે અને પ્રજાના કામ સમયસર થાય તેવું મારૂ માનવુ છે તેમ પી.પી.જોષીએ જણાવેલ છે.તે ઉપરાંત જો ચેરમેન તથા ડીરેકટરોની પણ છેલ્લા પાંચ વર્ષથી અનેક જગ્યાઓ ખાલી પડેલ છે જો તે નિમણુંકો પણ કરવામાં આવે તો પણ આ પશ્ન હલ થાય તેમ છે.જો આ નિમણુંક કરવામાં આવે તો પણ મંત્રીઓનું કાર્યભારણ ધટે તેમ છે.આજે ગુજરાતની પ્રજાએ ભાજપને ધણી જ જંગી બહુમતી આપેલ છે છતાં પ્રજા હેરાન થાય છે તો નવા મંત્રી તથા ચેરમેન અને ડીરેકટરોની નિમણુક કરવામાં આવે તેવી માંગણી અહીંના પી.પી.જોષીએ કરેલ છે.




Latest News