લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી શિક્ષણ જગતના ઘરેણા સમાન વિજયભાઈ દલસાણીયાને વિશિષ્ટ શિક્ષક સન્માન એવોર્ડ એનાયત કરાશે


SHARE





મોરબી શિક્ષણ જગતના ઘરેણા સમાન વિજયભાઈ દલસાણીયાને વિશિષ્ટ શિક્ષક સન્માન એવોર્ડ એનાયત કરાશે

માતૃભાષા અભિયાન અને શિક્ષણ વિદ્યાશાખા(IASE) ના સંયુક્ત ઉપક્રમે ૨૧ ફેબ્રુઆરીના 'વિશ્વ માતૃભાષા દિવસે' માતૃભાષામાં વિશેષ કામગીરી કરનાર સમગ્ર ગુજરાતમાંથી દર વર્ષે ત્રણ શિક્ષકોની "વિશિષ્ટ શિક્ષક સન્માન એવોર્ડ" માટે પસંદગી કરવામાં આવે છે.ત્યારે મોરબીના સભારાવાડી પ્રાથમિક શાળાના શિક્ષક દલસાણીયા વિજયકુમાર મગનલાલની પસંદગી થતા શાળાનું અને મોરબી જિલ્લાના ગૌરવમાં અભિવૃદ્ધિ કરવા બદલ સૌએ તેઓને અભિનંદન પાઠવ્યા છે.અગાઉ પણ વિજયભાઈને ૧૮ જેટલા સન્માનો પ્રાપ્ત થયા છે.રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ, ચિત્રકૂટ એવોર્ડ, જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ, પ્રતિભાશાળી શિક્ષક સન્માન, રાષ્ટ્રીય એવોર્ડ (મંથન ગ્રુપ) જેવા એવોર્ડ મેળવ્યા‌ છે.

ભાષાની સમૃદ્ધિ માટે બાળકોમાં અને  શિક્ષકોમાં જાગૃતિ ફેલાય તે માટે અનેક સેમિનારો કર્યા છે.સંશોધનો પણ કર્યા છે.શિક્ષણને લગતા તેમના લેખો પણ પ્રકાશિત થાય છે.ભાષાના તજજ્ઞ તરીકે પણ ઘણી બધી તાલીમો આપી છે. બાળકોની ભાષા સમૃદ્ધ બને તે માટે અનેક પ્રકારની પ્રવૃત્તિઓ કરાવી છે.૮૦૦ જેટલી પ્રવૃતિઓ અત્યાર સુધીમાં કરાવી છે અને અનેક ઇનોવેશન પણ કર્યા છે. ૨૧ મી ફેબ્રુઆરીએ અમદાવાદ ખાતે આ એવોર્ડ આપી વિજયભાઈ દલસાણિયાને સન્માનિત કરવામાં આવશે.આ તકે "વિશિષ્ટ શિક્ષક સન્માન એવોર્ડ" માટે પસંદગી થતા વિજયભાઈએ માતૃભાષા અભિયાન અમદાવાદનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો




Latest News