મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ-સ્કાય મલ્ટિપ્લેક્સ દ્વારા વડીલો-યુવાનો માટે ગુજરાતી ફિલ્મનો શો યોજાયો હળવદ તાલુકાનાં બ્રાહ્મણી-2 ડેમનો 1 દરવાજો 3 ઇંચ ખોલ્યો મોરબીના વોર્ડ નં 4-6 માં વિઝિબલ કલીનલિનેસ અંતર્ગત સ્થળ નિરીક્ષણ કરતાં ડેપ્યુટી મેયર મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં સરકાર અને અદાણી વિરુદ્ધ કિન્નરો અને મહિલાઓએ લીધા છાજીયા મોરબી જિલ્લા પંચાયત ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં જિલ્લા-તાલુકાનાં પદાધિકારીઓ-સભ્યોની ક્ષમતા નિર્માણ તાલીમ યોજાઈ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાએ લીધી એલ.ઈ. કોલેજની મુલાકાત મોરબીમાં કલેકટરના અધ્યક્ષ સ્થાને મવડાની વિકાસ યોજના માટે સ્ટેક હોલ્ડર બેઠક યોજાઈ અતિ દુર્લભ પક્ષી ચાતક મોરબીમાં દેખાયું
Breaking news
Morbi Today

મોરબીની નીલકંઠ સ્કૂલમાં કાલથી ધારાસભ્યોની હાજરીમાં નયા ભારત-આત્મનિર્ભર ભારત કાર્નિવલ શરૂ


SHARE







મોરબીની નીલકંઠ સ્કૂલમાં કાલથી ધારાસભ્યોની હાજરીમાં નયા ભારત-આત્મનિર્ભર ભારત કાર્નિવલ શરૂ

મોરબીના રવાપર રોડ પર આવેલી નીલકંઠ સ્કૂલ ખાતે કાલથી ધારાસભ્યોની હાજરીમાં નોલેજથી ભરપૂર નયા ભારત-આત્મનિર્ભર ભારત કાર્નિવલ શરૂ થવાનો છે જેમાં ઘણી બધી કૃતિઓ રાખવામા આવશે તેવું આયોજકો પાસેથી જાણવા મળ્યું છે

મોરબીની નીલકંઠ સ્કૂલ જે પ્રેકટીકલ શિક્ષણ માટે મોરબીમાં અગ્રેસર છે અને હરહંમેશ અનોખું લાવે છે ત્યારે આ વર્ષે પણ નવા ભારત વર્ષની સિદ્ધિઓ પ્રદર્શિત કરતું એક અનોખું આયોજન કરવામાં આવ્યું છે અને ભારતને કેમ વિશ્વગુરૂ બનવા જઇ રહ્યો છે તેની માહિતી આપતો નોલેજથી ભરપૂર કાર્નિવલ રાખવામા આવેલ છે જેને "નયા મારત-જ્ઞાત્મનિર્માર ભારત” નામ આપવામાં આવ્યું છે આ તકે મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયા સહિતના આગેવાનો હાજર રહેવાના છે આ કાર્નિવલ તા ૧૮ અને ૧૯ એમ બે દિવસ સુધી ચાલવાનો છે અને સવારે ૮:૩૦ થી લઈને સાંજે ૬ વાગ્યા સુધી લોકો તેની મુલાકાત લઈ શકશે

આ કાર્નિવલમાં ભારત વિશ્વગુરુ બનવાની આધારસ્તંભ સિદ્ધિઓ દર્શાવવામાં આવશે જેમાં વંદે ભારત બુલેટ ટ્રેન, આપણા સૈનિકો-આપણું અભિમાન, નવા ભારતની પહેચાન-કર્તવ્ય પથ, વિશ્વમાં ડંકો વગાડનાર ભારતની કંપનીઓ, ભારતની વિશાળતાનું પ્રતિક-સ્ટેચ્યુ ઓફ યુનિટી, અટલ ટનલ-માર્વેલ ઓફ એન્જિનિયરિંગ, SEBI-શેર બજારનો કિંગ મેકર, મસ્તિષ્ક થી મેથ્સ સુધી-ગણિત રૂમ, દરિયાઇ પરિવહન મોડેલ  સાગર માળા, એક સાથે ૧૦૪ સેટેલાઇટ - ISRO ની કમાલ, બાર જ્યોતિર્લિંગ એક વૈજ્ઞાનિક રહસ્ય સહિતની કૃતિઓ રાખવામા આવી છે તેની સાથે ક્વિઝ કોમ્પિટિશન, ફૂડ કોર્ટ, સેલ્ફી એરીયા અને ગૅમ -આઇડેન્ટીફાઇ ઓબ્જેક્ટનું આયોજન કરવામાં આવ્યું છે તેવું શાળાના સંચાલક જીતુભાઈ વડસોલાએ માહિતી આપતા જણાવ્યુ છે અને નીલકંઠ સ્કૂલ પરિવાર દ્વારા આયોજિત કાર્નિવલનો વધુમાં વધુ લાભ લેવા માટે અનુરોધ કર્યો છે






Latest News