વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી જુના સીમાંકન મુજબ એક માહિનામાં યોજવા હાઇકોર્ટનો આદેશ
મોરબીની ગોકુલ હોસ્પિટલમાં સારવાર માટે આવેલ યુવાને ચોથા માળેથી પડતુ મુકતા મોત
SHARE
મોરબીની ગોકુલ હોસ્પિટલમાં સારવાર માટે આવેલ યુવાને ચોથા માળેથી પડતુ મુકતા મોત
મોરબીના સાવસર પ્લોટ વિસ્તારમાં આવેલ ગોકુલ હોસ્પિટલ ખાતે માનસિક બીમારીની સારવાર માટે આવેલ યુવાને વહેલી સવારે હોસ્પિટલના ચોથા માળેથી નીચે પડતું મૂક્યું હતું જેથી તેને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો જ્યાં ટૂંકી સારવાર દરમિયાન નવી પીપળી ગામના યુવાનનું મોત નિપજયુ હોવાનું જાણવા મળે છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના રામચોક પાસે આવેલ સાવસર પ્લોટ વિસ્તારમાં આવેલ ગોકુલ હોસ્પિટલના ચોથા માળેથી આજે તા.૧૭ ના વહેલી સવારના ચારેક વાગ્યાના અરસામાં નવી પીપળી ગામના સંદીપ પ્રવીણભાઈ રજોડીયા નામના ૩૭ વર્ષના યુવાને નીચે પડતું મૂક્યું હતું જેથી કરીને ગંભીર હાલતમાં તેને અહિંની આયુષ હોસ્પિટલે ખસેડાયો હતો અને ત્યાંથી તેને મોરબીની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જ્યાં તેની હાલત નાજુક જણાતા પ્રાથમિક સારવાર આપીને સંદિપભાઇને વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં પહોંચતા ડોક્ટર દ્વારા સંદીપ રજોડીયાને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.આ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ થતા હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના એ.એમ.ઝાપડિયા દ્વારા બનાવ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.વધુમાં મળતી માહિતી મુજબ માનસિક બીમારી સબબ પાંચેક વખત મૃતક સંદીપ રજોડીયાને અહીંની ગોકુલ હોસ્પિટલે સારવાર માટે લવાયો હતો અને માનસિક બીમારીને પગલે તેણે ઉપરોક્ત અંતિમ પગલું ભરી લેતા તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજયુ હતું.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના ગ્રીનચોક વિસ્તારમાં આવેલ ખોડા ખવાસ શેરીમાં રહેતા મંજુબેન શીવાભાઈ પટેલ નામના ૬૫ વર્ષીય વૃદ્ધા બાઈકમાં બેસીને જતા હતા ત્યારે મોરબીના માણેકવાડા ગામ પાસે તેઓ અકસ્માતે બાઈકમાંથી નીચે પડી જતા ઇજાઓ પામતા તેમને સારવાર માટે મોરબીની હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.તેમજ મોરબીના સામાકાંઠે ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે આવેલ મહારાણા પ્રતાપ સર્કલ પાસે વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો જેમાં સુનિલ ભૂચરભાઈ અમલા (રહે.હાલ મોરબી મૂળ તાન્ડા મધ્યપ્રદેશ) નામના પરપ્રાંતિય યુવાને ઈજા થતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના પ્રફુલભાઈ પરમાર દ્વારા તપાસ કરવામાં આવતા સુનિલભાઈ અમલા બાઈક લઈને જતા હતા ત્યારે મહારાણા પ્રતાપ સર્કલ નજીક તેઓનું બાઈક સ્લીપ થતા ઇજાઓ થતા તેમને સારવારમાં ખસેડાયા હતા.જ્યારે મોરબીના સામાકાંઠે આવેલ ઉમા ટાઉનશિપ વિસ્તારમાં રહેતા રાહુલ શિવદયાભાઈ સેન નામના ૨૯ વર્ષીય યુવાનને મોરબીના માળિયા હાઇવે ઉપર ટીંબડી ગામના પાટીયા નજીક વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતા તેને પણ સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.