લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી: ખાનગી ઉમેદવાર તરીકે NCVT પેટર્નની પરીક્ષા આપવા અરજી કરો


SHARE





મોરબી: ખાનગી ઉમેદવાર તરીકે NCVT પેટર્નની પરીક્ષા આપવા અરજી કરો

શ્રમકૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગરોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની સરકારી આઈ.ટી.આઈ મોરબીમાં આગામી જુલાઈ-૨૦૨૩માં યોજાનાર અખિલ ભારતીય વ્યવસાય કસોટીમાં ખાનગી ઉમેદવાર તરીકે ઉપસ્થિત થવા ઈચ્છુક અરજદારો પાસેથી ડીજીટી ન્યુ દિલ્હીની નવી ગાઈડલાઈન મુજબ લાયક બનતા CoE, GCVT/SCVT પરીક્ષામાં ઉત્તીર્ણ આઈટીઆઈના ભૂતપૂર્વ તાલીમાર્થીઓ, NCVT ટ્રેડ પાસ એલાઇડ ટ્રેડની પરીક્ષામાં ઉપસ્થિત થવા ઇચ્છતા તથા માન્ય શૈક્ષણિક લાયકાત અને નિયત માન્ય અનુભવવયમર્યાદા ધરાવતા અરજદારો અને એપ્રેન્ટિસશીપ એકટ હેઠળ નોંધાયેલા એકમોએપ્રેન્ટીસશીપ પોર્ટલ પર નોંધાયેલા લઘુનાનામધ્યમકક્ષાના એકમોસરકારી સંસ્થાસ્થાનીક ઓથોરીટી/ફેકટરી એક્ટ ૧૯૪૮ હેઠળ આવરી લેવા આવતી શોપ/સ્થાનીક સત્તા મંડણ હેઠળ શોપ અને એસ્ટાબ્લીશમેન્ટ એકમ હેઠળ નોંધાયેલા એકમોમાં ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા અરજદારો દ્વારા જાહેરાત પ્રસિદ્ધથી તા ૨૧/૦૨/૨૦૨૩ ના રોજ ૦૫:૦૦ ( પાંચ ) વાગ્યા સુધીમાં અત્રેની સંસ્થા ખાતે કામકાજના દિવસો દરમ્યાન સવારે ૧૧:૦૦ થી ૦૫;૦૦ સુધી રૂબરૂ સંપર્ક કરી જરૂરી શૈક્ષણિક લાયકાત /વ્યવસાય અને અનુભવના પ્રમાણપત્ર સાથે અરજી કરવા જણાવવામાં આવે છે.

નિયત નમુનાની અરજી તથા ખાનગી ઉમેદવાર તરીકેની પાત્રતા ની વધુ વિગતો/ માહિતી સંસ્થા ખાતેથી મેળવી ઉમેદવારી નોંધાવી શકાશે ડીજીટી ન્યુ દિલ્હીની નવી ગાઈડલાઇન મુજબ જે તે સંસ્થા ખાતેના એફિલેટેડ બેઠકોના ૧૦% કરતાં વધુ અરજીઓ આવે તો પ્રિટેસ્ટ લઈ મેરીટમાં આવતા ઉમેદવારો જ ફાઇનલ પરીક્ષામાં બેસવા પાત્ર થશે જેની નોંધ લેવી. વધુ વિગતો માટે આઈ.ટી.આઈ. મોરબીમહેન્દ્રનગર ચોકડીહળવદ રોડમોરબી-૩૬૩૬૪૨મો-૮૩૨૦૧૬૯૫૯૯ પર સંપર્ક કરવા આચાર્યશ્રીઔધોગીક તાલીમ સંસ્થામોરબીની યાદીમાં જણાવાયું છે.




Latest News