ટંકારાના વીરપર પાસે આગ લાગતા કાર બળીને ખાખ, કારચાલકનો બચાવ ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા કાળી ચૌદશની ગેરમાન્યતા-કુપ્રથા સામે પત્રિકા વિતરણ આંદોલનની શરૂઆત મોરબીથી કરી  ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે સાપ કરડી જતા યુવાનનું મોત મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે ભટ્ટ પરિવાર દ્વારા હિંગાળજ માતાજીનાં મંદિરે યજ્ઞ યોજાયો મોરબીની અવની ચોકડીએ બોલેરોએ બાઈકને હડફેટે લેતા ત્રણ યુવાનો સારવારમાં મોરબી-નવલખી રોડ મુદે વિપક્ષના નેતાએ આંદોલનની ચીમકી ઉચ્ચારતા તંત્ર કામે લાગ્યું, થીગડા મારવાનું શરૂ મોરબીમાં સંત જાગા સ્વામી જયંતિ-શરદપુનમની ઉજવણી કરાઇ મોરબીના રામધન આશ્રમ ખાતે શરદપુનમ ઉજવાઇ
Breaking news
Morbi Today

નવલખી બંદરે ડુપ્લીકેટ લોડીંગ સ્લીપ આધારે ૧૪ લાખના કોલસાની છેતરપિંડી: ૪ ટ્રક માલિક-ડ્રાઈવર સામે ફરિયાદ


SHARE







નવલખી બંદરે ડુપ્લીકેટ લોડીંગ સ્લીપ આધારે ૧૪ લાખના કોલસાની છેતરપિંડી: ૪ ટ્રક માલિક-ડ્રાઈવર સામે ફરિયાદ

માળીયા મિયાણા તાલુકામાં આવેલ નવલખી પોર્ટમાં શ્રીજી શીપીંગ કંપનીનો કોલસા રાખવામા આવ્યો હતો તેમાંથી ડુપ્લીકેટ લોડીંગ સ્લીપ બનાવીને તેનો ખરા તરીકે ઉપયોગ કરીને ટ્રકના માલિક અને ટ્રક ચાલક દ્વારા ૧૪ લાખની કિંમતના કોલસાની છેતરપિંડી કરવામાં આવેલ છે જેથી કરીને હાલમાં કંપનીના કર્મચારી દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ જામનગરમાં આવેલ રામેશ્ર્વરનગર શેરી નં-૦૨ ‘ઓમ’ વિકાસ રોડ, કે.પી. શા વાડીની સામે રહેતા દિપકકુમાર ગોપાલશંકર પુરોહીત જાતે બ્રાહ્મણ (૫૨) એ હાલમાં ટ્રક નં જીજે ૩૬ ટી ૯૪૦૦, જીજે ૩૬ ટી ૮૧૮૦, જીજે ૧૨ એઝેડ ૬૭૫૫, જીજે ૧૨ બીવાય ૮૭૮૦ ના ચાલકો તથા માલીકો તેમજ ફરિયાદી કંપનની ડુપ્લીકેટ લોડીંગ સ્લીપ બનાવનાર તથા તપાસમાં જેના નામ સામે આવે તે તમામની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા.૨૬/૧૨/૨૦૨૨ થી સમયાંતરે માળીયા મિયાણા પાસે આવેલ નવલખી પોર્ટની અંદર રાખવામા આવેલ ફરીયાદીની શ્રીજી શીપીંગ કંપનીના કોલસામાંથી આરોપીઓએ એકબીજા સાથે મળીને પોતાનો સમાન ઇરાદો પાર પાડવા શ્રીજી શીપીંગ કંપનીનો બનાવટી લોડીંગ પાસ બનાવી ખરા તરીકે ઉપયોગ કર્યો છે અને ચાર ટ્રકોમાં ૩૫ X ૩૫ મેટ્રીક ટન કોલસો જેની અંદાજીત કિંમત ૧૪,૦૦,૦૦૦ થાય છે તે નવલખી પોર્ટમાં કોઇ જગ્યાએ વજન કાટો નહી કરાવી ગેઇટ પાસ મેળવ્યા વગર ભરીને લઇ ગયા છે અને ફરીયાદીની કંપની સાથે છેતરપીંડી અને વિશ્ર્વાસઘાત કરેલ છે જેથી કંપનીના કર્મચારી નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઇપીસી કલમ ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૨૦બી, ૩૪ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News