લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામે કારખાના પાસે જુગાર રમતા ચાર ઝડપાયા: ૫૭૪૨૦ નો મુદામાલ કબજે


SHARE





મોરબીના રફાળેશ્વર ગામે કારખાના પાસે જુગાર રમતા ચાર ઝડપાયા: ૫૭૪૨૦ નો મુદામાલ કબજે

મોરબીના રફાળેશ્વર ગામની સીમમાં કૈલાશ નળીયાના કારખાના પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા ચાર શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૫૭૪૨૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જુગારધારા હેઠળ ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના રફાળેશ્વર ગામની સીમમાં કૈલાશ નળિયાના કારખાના પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગની રેડ કરવામાં આવતા સ્થળ ઉપર મુકેશભાઈ મંગાભાઈ ઝાલા (૩૧), નરેશભાઈ ઉર્ફે કાનો રમેશભાઈ લાલુકિયા (૩૯), સંજયભાઈ કેશુભાઈ જીજવાડીયા (૩૫) અને રવિભાઈ દિનેશભાઈ નંદેસરિયા (૧૯) જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેઓની પાસેથી ૫૭૪૨૦ ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

બે બોટલ દારૂ

મોરબીમાં કુબેર ટોકીઝની પાછળના ભાગમાંથી પસાર થઈ રહેલ શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની બે બોટલ મળી આવી હોય પોલીસે ૭૫૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરીને જગદીશભાઈ રમેશભાઈ પાટડીયા જાતે કોળી (૨૨) રહે. કુબેર ટોકીઝ પાછળ ધાર વિસ્તાર મોરબી વાળાની ધરપકડ કરેલ છે




Latest News