મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં મંજૂર થયેલા કામ ન થતાં હોવાના હોબાળા વચ્ચે ૯૭.૨૪ લાખની પુરાંતવાળું બજેટ મંજૂર


SHARE













મોરબી જીલ્લામાં મંજૂર થયેલા કામ ન થતાં હોવાના હોબાળા વચ્ચે ૯૭.૨૪ લાખની પુરાંતવાળું બજેટ મંજૂર

મોરબી જીલ્લા પંચાયતમાં બજેટ બોર્ડ બેઠક રાખવામાં આવી હતી જેમાં વર્ષ ૨૦૨૩-૨૪નું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું અને કુલ ૯૭.૨૪ લાખની પુરાંત વાળું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું છે જો કે, આ બેઠકમાં વિપક્ષ દ્વારા મંજૂર કરવામાં આવેલા કામોને કરવામાં આવતા નથી તેવી ફરિયાદ કરીને હોબાળો કરવામાં આવ્યો હતો અને વિપક્ષે એવો આક્ષેપ પણ કર્યો છે કે, બે થી ત્રણ વર્ષથી મંજૂર કરવામાં આવેલ કામોના સતત રીટેન્ડર કરવામાં આવે છે જો કે, કામ કરવામાં આવતા નથી જેથી લોકોને સુવિધાનો લાભ મળતો નથી ત્યારે પ્રમુખ દ્વારા રીટેન્ડરમાં હવે પાંચ ટકા ઓન કરીને પણ કામ ઝડપથી થાય તેવુ કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી

મોરબી જીલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ સિહોરાના અધ્યક્ષ સ્થાને બજેટ બોર્ડ બેઠક બોલાવવામાં આવી હતી જેમાં જીલ્લા પંચાયતની વર્તમાન બોડીએ દ્વારા બજેટ રજૂ કર્યું હતું અને વર્ષ ૨૦૨૩-૨૪ ના નાણાકીય વર્ષ માટે જુદાજુદા ગ્રામ્ય વિસ્તારોમાં સિચાઈ, ખેતી, શિક્ષણ માટેના કામો લેવામાં આવેલ છે અને આ બજેટમાં જે જોગવાઈ કરવામાં આવેલ છે તેમાં સામાન્ય વહીવટ ક્ષેત્રે ૧૦૧.૯૯ લાખ, પંચાયત અને વિકાસ ક્ષેત્રે ૮૧૩.૩૩ લાખ, શિક્ષણ ક્ષેત્રે ૭૬.૯૧ લાખ, આરોગ્ય ક્ષેત્રે ૦૦.૬૦ લાખ, ખેતીવાડી ક્ષેત્રે ૧૬.૧૦ લાખ, સમાજ કલ્યાણ ક્ષેત્રે ૭૦.૦૦ લાખ, આંકડા શાખા માટે ૧.૩૦ લાખ, કુદરતી આફતો માટે ૩૧૦.૦૦ લાખ, સિંચાઇ ક્ષેત્રે ૭૮.૭૫ લાખ બાંધકામ ક્ષેત્રે ૨૬૫.૦૧ લાખ, પ્રકિર્ણ યોજના અને કાર્યો માટે ૧૦.૪૧  લાખનો સમાવેશ થાય છે અને આ વિકાસ કાર્યો અને ખર્ચ પછી પણ ૯૭.૨૪ લાખની પુરાંત રહે તેવું બજેટ સર્વાનુમતે મજૂર કરેલ છે

આ બેઠકમાં ખાસ કરી વિપક્ષના સભ્ય નયનભાઇ આઘારા, મહેશભાઇ પરેજીયા દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે જિલ્લા પંચાયતમાં કામ મંજૂર કરવામાં આવ્યા પછી વર્ષો સુધી તે કામ કરવામાં આવતા નથી જેથી કરીને લોકોને સુવિધાઓ મળતી નથી આજની તરીખે દરેક તાલુકામાં સરેરાશ બે થી ચાર કામ એવા છે જે બેથી ત્રણ વર્ષ પહેલા મંજૂર કરવામાં આવ્યા છે તો પણ હજુ સુધી કામ કરવામાં આવ્યું નથી અને સતત રીટેન્ડર કરવામાં આવે છે જેથી કરીને વર્તમાન બોડી આમને આમ પાંચ વર્ષ પૂરું કરવા માંગે છે કે શું તેવું  સાવલ કરીને હોબાળો કર્યો હતો તેમજ વિપક્ષના નેતા ભૂપતભાઇ ગોધાણીએ ખેડૂતોને દિવસે વીજળી આપવાની સરકારની યોજના બંધ કરવામાં આવેલ છે તેને ચાલુ કરવાની માંગ સાથે બેઠકમાં ઠરાવ કરવાની માંગ કરવામાં આવી હતી જેને પ્રમુખ દ્વારા ધ્યાને લેવામાં આવી નથી અને ઠરાવ કર્યો ન હતો જેથી કરીને જિલ્લા પંચાયત ખેડૂત વિરોધી છે તેવો અણીદાર આક્ષેપ તેને કર્યો હતો

આ બેઠકમાં મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા હાજર રહ્યા હતા અને મોરબી જિલ્લા પંચાયત હસ્તકના જે કામો કરવામાં આવી રહ્યા છે તેમાં છેલ્લા વર્ષોથી જે ચાલતું હતું તેને બંધ કરીને સારી રીતે લોકોની સુખાકારીમાં વધારો થાય તેવા વિકાસ કામ કરવા માટેની ટકોર કરી હતી અને સારા કામ કરવા માટે કોન્ટ્રાકટરોને જરૂરી અધિકારીઓએ આપી દેવા માટેની સૂચના આપવામાં આવી હતી તેમજ કોઈ પણ વિસ્તારમાંથી રોડના નબળા કામ માટેની રજૂઆત કે ફરિયાદ આવે તો તાત્કાલિક કોન્ટ્રાકટરના ગેરેટી પિરિયાડમાં તેની જ પાસેથી કામ કરાવવામાં આવે તેવું પણ ડીડીઓ પરાગ ભગદેવને કહ્યું હતું અને કેટલાક કામોનું જાત નિરીક્ષણ કરવા માટેની પણ ધારાસભ્યએ ડીડીઓને ટકોર કરેલ છે






Latest News