હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

ભુજ-કચ્છ ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય એવોર્ડ મેળવી મોરબીનું ગૌરવ વધારતા અશોકભાઈ કાંજીયા


SHARE







ભુજ-કચ્છ ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય એવોર્ડ મેળવી મોરબીનું ગૌરવ વધારતા અશોકભાઈ કાંજીયા

ગુજરાતમાં ભુજ કચ્છ ખાતે ઇન્ટરનેશનલ એજ્યુકેશનલ કોન્ફરન્સ અને એવોર્ડ સેરેમનીનું 18-19 ફેબ્રુઆરી 2023 ના રોજ બે દિવસીય આયોજન રાજ્યગોર સમાજવાડી ખાતે કરવામાં આવ્યું હતું.જેમાં ભારતના વિવિધ રાજ્યો ઉપરાંત વિદેશમાં શિક્ષણક્ષેત્રે વિશેષ કામગીરી કરનાર શિક્ષકો માટે બે દિવસીય સેમિનાર ગોઠવવામાં આવ્યો હતો અને શિક્ષણ પ્રત્યે સમર્પિત શિક્ષકોને ઇન્ટરનેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. શિક્ષણ ક્ષેત્રે નિષ્ઠાપૂર્વક બજાવેલ ફરજ ઉપરાંત વિશેષ પ્રવૃત્તિ કરી પોતાની આગવી ઓળખ ઉભી કરનાર શિક્ષક પ્રતિભાની ઓળખ થાય અને પ્રોત્સાહન મળે એ આગવા ઉમદા હેતુથી કમિટી દ્વારા આવા શિક્ષકોની એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી. જેમાં ખાખરાળાના વતની અને હાલ મોરબી જિલ્લામાં નાનીવાવડી કુમાર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા ઇનોવેટીવ શિક્ષક શ્રી અશોકકુમાર મહાદેવભાઈ કાજીયાની પસંદગી આ એવોર્ડ માટે કરવામાં આવી હતી. જેઓ છેલ્લા 18 વર્ષથી શિક્ષણક્ષેત્રે કાર્યરત છે. જેને કોરોના સમયે બાળકોના શિક્ષણને ધ્યાનમાં રાખીને ઓનલાઇન શિક્ષણની સાથે સાથે બાળકો જાતે જ સ્વમૂલ્યાંકન કરી શકે એ માટે અભ્યાસક્રમ આધારિત નિયમિત રીતે ઓનલાઇન ટેસ્ટ બનાવવામાં આવતી હતી, જે ટેસ્ટ ગુજરાતનાં મોટાભાગના જિલ્લાના બાળકો આપતા હતા. આ ઉપરાંત ગણિત વિજ્ઞાન પ્રદર્શન, બાળમેલા, વિષયવસ્તુ નિર્માણ, પ્રવૃતિમય શિક્ષણ, રમતગમત, સાંસ્કૃતિક કાર્યક્રમ, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી, GIET અમદાવાદ આયોજીત ગ્રીષ્મોત્સવ અને ચિત્રસ્પર્ધા વગેરે જેવા શૈક્ષણિક કાર્યમાં વિશેષ સમય ફાળવી બાળકોને ઉત્સાહપૂર્વક તૈયારી કરાવેલ તેમજ તેઓએ જીલ્લામાં વિવિધ પ્રકારના ઇનોવેશન અને વિવિધ મૂલ્યાંકન કામગીરી પણ કરેલ છે. શિક્ષણની સાથે સાથે તેઓ હંમેશા સેવાકીય પ્રવૃત્તિમાં પણ જોડાયેલા છે. તેઓના આ પ્રકારના ઇનોવેટીવ શિક્ષણકાર્ય પદ્ધતિથી તેઓને જુદા જુદા દશેક જેટલાં વિવિધ પ્રકારના એવોર્ડ મળ્યા છે. તેમને મળેલ આ ઇન્ટરનેશનલ એવોર્ડથી શિક્ષણજગતમાં પોતાની શાળા ઉપરાંત મોરબી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

મોરબી : મોડેલ સ્કૂલ મોટીબરારનો ડંકો વગાડતી અવની અજયભાઈ ડાંગર

મધ્ય ગુજરાત પ્રદેશ કક્ષા કલા મહાકુંભ ૨૦૨૨-૨૩ માં મોરબી જિલ્લાનું ગૌરવ વધારનાર અને મોડેલ સ્કૂલ મોટીબરારનો ડંકો વગાડનાર એટલે અવની અજયભાઈ ડાંગર. મધ્ય ગુજરાત પ્રદેશ કક્ષાના કલા મહાકુંભ ૨૦૨૨-૨૩ તા.૧૭-૨ ને શુક્રવારના રોજ નડીયાદ ખાતે વિવિધ સ્પર્ધાઓનું આયોજન થયેલ હતું.જેમાંથી ૧૬ થી ૨૦ ની વયજૂથમાં નિબંધલેખન સ્પર્ધામાં ભાગ લેનાર અવનીબેન અજયભાઈ ડાંગર એ પ્રદેશ કક્ષાએ ભાગ લઈ પ્રથમ ક્રમાંકે વિજેતા થઈ મોડેલ સ્કૂલ મોટીબરાર અને મોરબી જિલ્લાનું ઝળહળતું ગૌરવ વધારેલ છે.આ યશસ્વી સફળતા બદલ શાળાના આચાર્ય બી.એન.વીડજા અને શાળા પરિવાર સહર્ષ ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. હવે પછી મોરબી જિલ્લાનું નેતૃત્વ લઈ રાજ્ય કક્ષાએ ભાગ લેશે.જેમાં પણ ઉજ્જ્વળ સફળતા પ્રાપ્ત કરે તેવી સૌએ શુભેચ્છાઓ પાઠવેલ છે.

 

 






Latest News