લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

દિવ્યાંગો માટે મોરબી જિલ્લાનાં પ્રથમ વોકેશનલ સેન્ટરનો ધારાભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ પ્રારંભ કરાવ્યો


SHARE





દિવ્યાંગો માટે મોરબી જિલ્લાનાં પ્રથમ વોકેશનલ સેન્ટરનો ધારાભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ પ્રારંભ કરાવ્યો

દિવ્યાંગ સેવા સંસ્થા-મોરબી (મંદબુદ્ધિ સેવા આશ્રમ ટ્રસ્ટ) તથા સક્ષમ મોરબી જિલ્લા ટિમ દ્રારા સંચાલિત વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર & હોસ્ટેલમાં મનો દિવ્યાંગ, ફિજીકલ ડિસેબલ, દિવ્યાંગો માટે નિઃશુલ્ક સેવા તાલીમની વ્યવસ્થા દાતાઓના  સહયોગથી ઉપલબ્ધ થશે ત્યારે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ મોરબીમાં દિવ્યાંગ માટે ઉત્થાન અને ઉત્કર્ષના અભિગમને બિરદાવ્યો હતો અને આગામી સમયમાં મોરબીમાં જ દિવ્યાંગોને તેના ક્ષેત્રોમાં આગળ વધવાના પ્રયત્નોમાં તેની સાથે છે તેવું જણાવ્યુ હતુ મોરબીમાં પણ આ ક્ષેત્રે પ્રયત્નો થશે તેનો હુંકાર કેળવણીકાર અને શિક્ષણવિદ્ જયંતીભાઈ રાજકોટિયા એ વ્યક્ત કર્યો હતો, સાથે દિવ્યાંગો ના પુનર્વસન ઉપર ભાર મુક્યો હતો આ વોકેશનલ ટ્રેનીંગ સેન્ટરમાં- પેપર બેગ , ફેન્સી શોપિંગ પેપર બેગ,પેપર ડીસ, મીણબત્તી ,રૂ ની આડી-ઉભિ દિવેટ, ,કોડીયા ડેકોરેશન, , તથા  ડિજિટલ લાઈબ્રેરી તેમજ અન્ય પ્રવૃત્તિઓની નિ:શુલ્ક વ્યવસાયિક તાલીમ આપવામાં આવશે ,18 વર્ષ થી ઉપરના દિવ્યાંગજનો ને નિઃશુલ્ક તાલીમ ભોજન અને હોસ્ટેલ વ્યવસ્થા ઉપલબ્ધ થશે.




Latest News