મોરબી એસપી રોડના ખુણે 122 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો, એકની શોધખોળ મોરબીમાં વોર્ડ નં-2 મહીલા કોર્પોરેટર રાજીનામું આપવા ભાજપ કાર્યાલય પહોચ્યા મોરબીના ધરમપુર-ટીંબડી બ્રિજના ચાલુ કામે ડાયવર્ઝન પર પાણી ફરી વળતા રસ્તો વાહનવ્યવહાર માટે બંધ મોરબી જિલ્લામાં મેઘમહેર: મોરબી, માળિયા અને વાંકાનેરમાં અઢી ઇંચ, ટંકારા-હળવદમાં બે ઇંચ વરસાદ વાંકાનેરના ગુંદાખડા ગામ પાસે બાઈક સાથે બાઈક અથડાતા યુવાનને માથા અને શરીરે ગંભીર ઇજા વાંકાનેરના ઢુવા ગામે ઘરમાંથી 70,000 ના તાંબા પીતળ વાસણની ચોરી: ભાભીએ નોંધાવી દિયર સામે ફરિયાદ હળવદના ઘનશ્યામપુર ગામ નજીક રિક્ષા અને કાર વચ્ચે અકસ્માત: ઈજા પામેલ પાંચ વ્યક્તિઓ સારવારમાં મોરબીની ઉમા ટાઉનશીપમાં વૈભવ હાઇટ્સમાં જુગારની રેડ, 6 શખ્સો 1.18 લાખની રોકડ સાથે ઝડપાયા
Breaking news
Morbi Today

મોરબીમાંથી થયેલ યુવાનના અપહરણના બનાવમાં વધુ બે આરોપીની ધરપકડ


SHARE







મોરબીમાંથી થયેલ યુવાનના અપહરણના બનાવમાં વધુ બે આરોપીની ધરપકડ

મોરબીના લાતી પ્લોટ વિસ્તારમાં આવેલ કારખાનામાં લેબર કોન્ટ્રાક્ટરનું કામ કરતા યુવાનને ત્યાં કામ કરતી પૂર્વ મહિલા કર્મચારી સાથે કપડાની ખરીદના બહાને સગીરાને કારખાનેથી ગાડીમાં લઇ ગયા હતા અને બાદમાં મોરબીના તખતસિંહજી રોડ ઉપર આવેલ કપડાના શોરૂમમાં પૂર્વ મહિલા કર્મચારીએ કોઈને ફોન કરીને બે શખ્સોને બોલાવ્યા હતા અને ત્યાં કોન્ટ્રાક્ટર યુવાનને શોરૂમમાં માર મારવામાં આવેલ હતો અને યુવાનનું અપહરણ કરવામાં આવ્યું હતું જે ગુનામાં મહિલા સહિત ત્રણ આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને સગીરા સાથે દુષ્કર્મ ન થયું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

 મોરબીના પંચાસર રોડ ઉપર ન્યુ ચંદ્રેશનગર આરાધના એપાર્ટમેન્ટ ફ્લેટ નં-૧૦૨ માં રહેતા હિતેષભાઇ બાબુભાઇ રામાવત (ઉમર ૩૬) એ માયા નામની પુર્વ કર્મચારી અને રફિક તેમજ સલમાન નામના બે શખ્સોની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશને પોલીસ અપહરણની ફરીયાદ નોંધાવી હતી જેમા તેને જણાવ્યુ હતુ કે, લાતી પ્લોટ-૫-૬ ની વચ્ચે સતીષભાઇ મેરજાનુ સુર્યા પ્લાસ્ટીક નામનું કારખાનુ છે.તેમાં તે લેબર કોન્ટ્રાકટ તરીકે કામ કરે છે અને આ પ્લાસ્ટીકના કારખાનામાં ૧૧ છોકરીઓ અને ૩ છોકરાઓ મજુરી કામ કરે છે. તેના કરખાનામાં કામ કરતી સગીરાને કપડાની ખરીદી કરવાનું કહીને ગાડીમાં તેને મોરબીના બાયપાસ રોડે પચ્ચીસ વારીયામાં લઇ ગયા હતા જો કે, સગીરાની માતાના કહેવાથી કોન્ટ્રાકટર તેને શોધવ માટે ગયો હતો અને તખ્તસિંહજી રોડે આવેલા કપડાના શોરૂમમાં માયા સગીરા સાથે હતી તે સમયે માયાએ ફોન કરીને સલીમ નામના શખ્સને ત્યાં બોલાવ્યો હતો. અને તેને ઇસારો કરવાથી સલીમએ યુવાનનો કાંઠલો પકડીને તેને માર માર્યો હતો અને ખેંચીને શોરૂમની બહાર લઈ ગયો હતો ત્યાં રફીક નામનો ઇશમ હોય તેણે પણ ફરિયાદી હિતેશને માર માર્યો હતો ત્યારબાદ તેને સ્કોર્પિયો ગાડીમાં બેસાડીને તેનું અપહરણ કરીને લઈ જતા હતા ત્યાં જડેશ્વર મંદિર પાસે ફરિયાદી હિતેશનો નાનો ભાઈ કેતન તથા ચાની હોટલ વાળો આવી જતા આરોપીઓએ સ્કોર્પિયો ગાડી નંબર જીજે ૩૬ એએફ ૦૭૮૬ માંથી ફરિયાદી હિતેશને નીચે ઉતારી દીધો હતો અને ત્યાંથી રેલ્વે સ્ટેશન બાજુ ગાડી લઈને ચાલ્યા ગયા હતા બાદમાં હિતેશભાઈ રામાવતે અપહરણની ફરિયાદ કરી હતી.

જેથી કરીને આરોપીઓને પકડવા માટે પોલીસ શરૂ કરી હતી દરમિયાન આરોપી માયા મોરબી પંથકમાંથી જ ઝડપાઈ ગઈ હોય પોલીસે તેની પહેલા ધરપકડ કરી હતી જોકે આરોપી સલીમ અને રફીક જે સ્કોર્પિયો ગાડી લઈને મોરબી થી નાસી છૂટ્યા હતા તેને પકડવા માટે થઈને મોરબી જિલ્લા સહિત આસપાસના જિલ્લાઓમાં નાકાબંધી કરવામાં આવી હતી દરમિયાન જામનગર જિલ્લાના જોડિયા તાલુકા પાસેથી આ સ્કોર્પિયો ગાડી પસાર થતા પોલીસે તેને રોકવા માટેનો પ્રયત્ન કર્યો હતો અને ત્યારે પોલીસ ઉપર ગાડી ચડાવી દેવાનો સલીમ અને રફીકે પ્રયાસ કર્યો હતો જેથી કરીને વળતા જવાબમાં પોલીસે તે ગાડી ઉપર ફાયરિંગ કર્યું હતું અને જે તે સમયે ત્યાં બંને આરોપીની ધરપકડ કરી હતી અને જોડિયા પોલીસ સ્ટેશન ખાતે આ બંને સામે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલના ગુનામાં પોલીસે આ બંને આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું સામે આવ્યું છે અને જે સગીરાને કપડાની ખરીદી કરવ જવાનું કહીને કારખાનેથી લઈ ગયા હતા તેની સાથે દુષ્કર્મ ન થયું હોવાનું હાલમાં પોલીસે જણાવ્યું છે.






Latest News