લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

હળવદમાં ઘર પાસે પાર્ક કરેલ ટ્રેક્ટરની ટ્રોલીની ચોરી કરનાર બે શખ્સની ધરપકડ


SHARE





હળવદમાં ઘર પાસે પાર્ક કરેલ ટ્રેક્ટરની ટ્રોલીની ચોરી કરનાર બે શખ્સની ધરપકડ

હળવદ શહેરના કણબીપરાથી રણજીતગઢ જવાના રસ્તા ઉપર યુવાને તેના ઘર પાસે તેની ટ્રેક્ટર ટ્રોલી પાર્ક કરીને મૂકી હતી જેની ચોરી કરવામાં આવી હતી જેથી તેણે હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 2 શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગત પ્રમાણે હળવદમાં મહાદેવ નગરમાં રહેતા હરિલાલ છગનભાઈ પારેજીયા જાતે પટેલ (48)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જીગ્નેશભાઈ ભરતભાઈ ખેર અને સચિનભાઈ બાબુભાઈ મેઘાણી સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે કણબીપરાથી રણજીતગઢ જતા રસ્તા ઉપર આવેલ તેઓના મકાન પાસે તેણે પોતાની ટ્રેક્ટરની ટ્રોલી નંબર જીજે 13 ટી 4385 પાર્ક કરીને મૂકી હતી જે 45 હજાર રૂપિયાની કિંમતની ટ્રેક્ટર ટ્રોલીની બંને શખ્સ દ્વારા ચોરી કરવામાં આવી હતી જેથી કરીને હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે તેની સામે ચોરીનો ગુનો નોંધીને બંને શખ્સની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News